બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જારી થવાના સમાચાર ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે છેતરપીંડીના એક કેસમાં સોનાક્ષી વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. આ કેસ ચાર વર્ષ જૂનો છે. આ સમગ્ર મામલે હવે સોનાક્ષી સિન્હાએ નિવેદન જારી કર્યું છે અને મોટો ખુલાસો પણ કર્યો છે. સોનાક્ષી સિન્હાએ કહ્યું કે આ મને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે અને આરોપી મારી પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સોનાક્ષી સિન્હાએ નિવેદનમાં શું કહ્યું
સોનાક્ષી સિન્હાએ નિવેદન જારી કરી કહ્યું, ‘વગર કોઈ અધિકારીના સત્યાપને મીડિયામાં કેટલાક દિવસોથી મારા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જારી થવાની અફવાહ ચાલી રહી છે. આ મને હેરાન કરવાનો પ્રયાસ છે. હું તમામ મીડિયા હાઉસ, પત્રકારો અને સંવાદદાતાઓને અનુરોધ કરૂં છું કે તેઓ આ ફેક ન્યુઝને ન ફેલાવે, કારણ કે પ્રચાર મેળવવા માટે આ તે વ્યક્તિનો એજન્ડો હોઈ શકે છે. આ શખ્સ સંપૂર્ણ રીતે મારી પ્રતિષ્ઠા પર હુમલો કરીને પ્રચાર મેળવવા અને મારી પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહ્યો છે.’
સોનાક્ષી સિન્હાએ આગળ કહ્યું, ‘આ કેસ મુરાદાબાદ કોર્ટમાં વિચારાધીન છે અને ઈલાહાબાદ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દીધી છે. મારી કાયદાકીય ટીમ તેના વિરૂદ્ધ કોર્ટની અવમાનના માટે તમામ જરૂરી કાર્યવાહી કરશે. આ મામલે જ્યાં સુધી મુરાદાબાદ કોર્ટ પોતાનો નિર્ણય નથી સંભળાવતી, ત્યાં સુધી આ મારી એકમાત્ર ટિપ્પણી હશે, માટે મહેરબાની કરીને મારો આ માટે સંપર્ક ન કરો. હરું ઘર પર છું અને હું તમને આશ્વસ્ત કરી શકું છું કે મારા વિરૂદ્ધ કોઈ વોરન્ટ જારી નથી કરવામાં આવ્યું.’
શું છે સમગ્ર મામલો
સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ પૈસા લઈને એક ઈવેન્ટમાં સામેલ ન થવાના મામલે વોરન્ટ જારી થયું. મુરાદાબાદની એસીજેએમ-4ની કોર્ટમાંથી વોરન્ટ જારી થયું. સતત કોર્ટમાં ગેર-હાજર રહેવાના કારણે વોરન્ટ જારી થયું. મુરાદાબાદના રહેવાસી પ્રમોદ શર્માએ 2018માં મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશનમાં સોનાક્ષી સિન્હા સહિત પાંચ લોકો વિરૂદ્ધ છેતરપીંડી કરી 36 લાખ રૂપિયા હડપવાનો કેસ નોંધાવ્યો હતો. કોર્ટે પોલીસને સોનાક્ષી સિન્હાની ધરપકડ કરી 24 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. કેસમાં 24 એપ્રિલે આગલી સુનાવણી થશે.