અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 48 વોર્ડ પૈકી 32 વોર્ડ ના પ્રમુખો ના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે અમરાઈવાડી વોર્ડ માં પ્રમુખ રાજુભાઈ દેસાઈ ની નિમણુંક કરવા ની સાથે જ વિવાદ ઉભો થવા પામ્યો છે.ત્યારે નોંધનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકા ની ચૂંટણી દરમ્યાન અમદાવાદ શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા વર્ષ 2021 માં યોજાયેલ મહાનગર પાલિકા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ના સત્તાવાર ઉમેદવારો ની તરફેણ માં કામ કરવા ને બદલે કોંગ્રેસ વિરોધી પ્રવુતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો ની હરાવવા માં મહત્વ ની ભૂમિકા ભજવી હોવા છતાં તેમને વોર્ડ ના પ્રમુખ ની જવાબદારી કેમ આપવા માં આવી તેને લઇ સ્થાનિક કાર્યકર્તાઓ માં નારાજગી પ્રવતિ રહી છે આવા પક્ષ વિરોધી કાર્યકરો ને જવાબદારી આપવા પાછળ નું પક્ષ નું શું ગણિત છે.આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ નારાજગી કોંગ્રેસ ને ભારે નુકશાન કરી શકે છે તેવી દહેશત સ્થાનિક કાર્યકરો એ નામ નહીં લખવા ની શરતે વ્યક્ત કરી હતી
કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું