રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ દ્રોપદી મુર્મૂની જાહેરાત કરતા જ અનાર પટેલની ચૂંટણી લડવાનો રસ્તો સાફ !
કયા કોંગ્રેસી ધારાસભ્યના પુત્રે યુવતીને કહ્યુ મારા સિવાય કોઇની નહી થવા દઉ !
ગુજરાત વિધાનસભા ચૂટણીમાં પુર્વ મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલ ઝંપલાવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે, મહત્વપુર્ણ બાબત એ છે કે
રાષ્ટ્રપતિ પદને લઇને મહિલા ઉમેદવાર તરીકે ગુજરાતનું ગૌરવ આનંદી બેન પટેલનુ નામ પણ ચર્ચામાં હતું, જો કે એનડીએએ આદિવાસી મત બેંકને ધ્યાનમાં રાખીને ઝારખંડના પુર્વ રાજ્યપાલ
દ્રોપદી મુર્મૂની પસંગદી કરતા જ તેમના નામ પર પુર્ણ વિરામ મુકાઇ ગયુ છે,,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે,,ત્યારે ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા પાર્ટીને નવ પલ્લવિત કરવા માટે યુવાઓને વધુ તક મળે તેવી સંભાવના છે, ત્રણ કે ચાર ટર્મ ધરાવતા
65થી વધુ વય ધરાવતા ધારાસભ્ય નેતાઓને ચૂટણી જીતાડવાની જવાબદારી સોપાય તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતમાં મહિલા નેતૃત્વની ખોટ સાલી રહી છે, આનંદી બેન પટેલના ગુજરાતની રાજનિતિ છોડ્યા બાદ
ભાજપમાં મજબુત મહિલા નેતૃત્વ ઉભુ કરવામાં નિષ્ફળ નિવડી છે, ભારતિય જનતા પાર્ટીએ મહિલા નેતાગિરીને ઉભી કરવા માટે અનેક પ્રયોગ કર્યા છે જેવા કે ભાવના બેન દવે, રમીલા બેન દેસાઇ, જયશ્રી બેન પટેલ
રંજન બેન ભટ્ટે, ભારતી બેન શિયાળ, દર્શના જરદોશ, હેમાલી બોઘાવાલા, મનિષા વકીલ, નિમિશા સુથાર નિર્મલા વાધવાણી, સંગીતા પાટીલ જેવી મહિલાઓને તક આપી,, જો કે આનંદી બેન પટેલ જેવી સંગઠન
અને સંરકાર પર મજુબત પકડ ઉભી શકી નથી,
જે રીતે રાજનાથસિહના પુત્ર પંકજ સિહ પ્રમોદ મહાજનના પુત્રી પુનમ મહાજન, ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે સાહેબ સિહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા, પ્રેમ કુમાર ધુમલના પુત્ર અનુરાગ ઠાકુર, વસુન્ધરા રાજેનો પુત્ર દુષ્યંત રાજે, ગુજરાતમાં અશોક ભટ્ટના પુત્ર ભુષણ ભટ્ટ, સવજી કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ, વજુ ભાઇ ડોડીયાના પુત્ર નવદીપ ડોડીયા, વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા,જયરાજ સિહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા જેવા
નેતાઓના પરિવારજનો રાજકારણમા આવીને સમાજની સેવા કરી રહ્યા છે,, ત્યારે વાત કરીએ આનંદી બેન પટેલના પુત્રી અનાર બેન પટેલ પણ ગરીબો વંચિતો, બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે દિન રાત કામ કરી રહ્યા છે,તેમની સમાજમા આગવી છાપ છે,,ત્યારે તેમના સમર્થકો પણ માને છે કે સમાજની સેવા માટે તેઓ પણ રાજકારણમા આવવુ જોઇએ,,જેથી વ્યાપક રીતે ગુજરાતની જનતાને તેમની સેવાનો લાભ મળે,,
ગુજરાતનુ ગૌરવ ગણાતા પાટીદાર પુત્રી આનંદી બેન પટેલ દેશના રાષ્ટ્રપતિ બને તે માટે સોશિયલ મિડીયામાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જોકે અભિયાન સફળ ન થયું અને એનડીએએ આદિવાસી નેતા દ્રોપદી મુર્મૂ ઉપર પસંદગી ઢોળી હતી, જેની સાથે આનંદી બેન પટેલના રાષ્ટ્રપતી બનાવાના ચર્ચો ઉપર પુર્ણ વિરામ મુકાઇ ગયું,,ત્યારે હવે ચર્ચા શરુ થઇ ગઇ છે કે બીજા નેતાઓના વારસદારો જે રીતે રાજકારણમાં આવીને
સમાજની સેવા કરી રહ્યા છે,તે પ્રકારે અનાર પટેલે પણ નિશંકોચ રાજનિતીમાં આવવુ જોઇએ,,એમ તેમના નજીકના સમર્થકો માને છે,,
અનાર પટેલ ક્યાંથી લડી શકે છે ચૂંટણી
આનર પટલેને જો આનંદી બેન પટેલ તરફથી રાજકારણમાં પ્રવેશવાની મંજુરી મળે તો તેઓ પાટણ ઉંઝા મહેસાણા વિજાપુર, જેવી બેઠક ઉપર ચૂટણી લડાવવા માટે વિચારણા થઇ શકે છે,
તો પાટણ વિધાનસભા બેઠક પરથી આનંદી બેન પટેલ ભુતકાળમાં પ્રતિનિધિનિત્વ કરી ચુક્યા છે, ઉંઝા બેઠક ભાજપનુ ગઢ માનવામાં આવે છે, , જ્યારે મહેસાણા વિધાનસભા બેઠક પર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે,અને જો નિતીન પટેલને ટિકીટ ન મળે તો અનાર બેન પટેલને ટિકીટ મળી શકે છે, જ્યારે વિજાપુરમાં પણ લેઉઆ પાટીદારોનો પ્રભાવ વધુ હોય છે ,જેથી તે પણ ભાજપ માટે સુરક્ષિત સીટ માનવામાં આવે છે,
આમ તો અનાર પટેલ જાહેર મંચ ઉપરથી ચૂંટણી નહી લડવા જાહેરાત કરી ચુક્યા છે, ત્યારે રાજકારણમાં બધુ સંભવ છે,,
કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું