ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં વિવેકાનંદ ચોકથી ભૂયંગદેવ ચાર રસ્તા તરફ જતા માર્ગનું બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગના નામાભિધાનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર કીરીટભાઇ પરમાર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યુ કે , સમાજના ઉત્કર્ષ માટે બહુમૂલ્ય યોગદાન આપી સમાજિક પ્રેરણા પૂરી પાડનાર ભગવતીલાલ.ડી.રાવ(ખંભાત) જેવા દાનવીર ભામાશાની સમાજસેવાની સ્મૃતિ કાયમ રહે તે માટે ભૂયંગદેવ ચાર રસ્તા(ઘાટલોડિયા)થી વિવેકાનંદ ચોક(મેમનગર) તરફ જતા માર્ગને બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બી.ડી.પરિવાર અને બ્રહ્મભટ્ટ સમાજનો આ નામાંકરણ કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને સરાહનીય છે. આવા સમાજસેવી વ્યકિતઓએ હંમેશા સમાજને એક નવી રાહ ચીંધી છે અને સામાજિક ઉત્થાન માટેની એક નવી પ્રેરણા પૂરી પાડી છે,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આજના કાર્યક્રમને લઇ બી.ડી.રાવ હોલ માર્ગ પર પોલીસ દ્વારા સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે ટ્રાફિકમાં કોઇ અડચણ કે અંતરાય ઉભા ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો.નંદકિશોર બારોટ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ અને આસપાસની સોસાયટીઓના સેક્રેટરીઓ અને સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોકથી ભૂયંગદેવ ચાર રસ્તા તરફ જતા માર્ગનું બી.ડી.રાવ હોલ માર્ગ નામાંકરણ થતાં સ્થાનિક લોકોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.જેમાં બીડી રાવ પરિવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ ભાઇ બારોટ સહિત મહાનગર પાલિકાના ટીમનો આભાર માન્યો હતો,
આજના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જગન્નાથ મંદિરના મહંત પ.પૂ.1008 દિલીપદાસજી મહારાજ, મહામંડલેશ્વર રાજેન્દ્રગિરીજી મહારાજ, નિરંજની પંચાયતી અખાડા, મેયર શ્રી કીરીટભાઇ પરમાર, ડે.મેયર ગીતાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઇ બારોટ, બી.ડી.રાવ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન દેવાગંભાઇ દાણી, વોટર એન્ડ સુએઝ કમીટીના ચેરમેન જતીનકુમાર પટેલ, રોડ એન્ડ બિલ્ડીગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇ, રિક્રિયેશન કમિટીના ચેરમેન રાજુ ભાઇ દવે, ગાંધીગર લોકસભા- ભાજપના પ્રભારી ડો.હર્ષદ પટેલ, પુર્વ ડી વાય એસ પી તરુણ બારોટ,નિવૃત આરટીઓ જે બી રાવ, કોંગ્રેસના નેતા સંજય બારોટ, વિજયભાઇ બારોટ, ડો કૌશિક બારોટ, કાઉન્સલર પદ્મા બેન બારોટ, કોર્પોરેટર આશા બેન બ્રહ્મભટ્ટ, રાકેશ બારોટ, પુર્વ કોર્પોરેટર નયન બ્રહ્મભટ્ટ, કૃષ્ણવદન બ્રહ્મ ભટ્ટ, થલેતજ, બોડકદેવ અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટરો સહિતના મહાનુભાવોની હાજરી નોંધનીય બની રહી હતી.
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !