જન્મ દિવસની ઉજવણીમાં ભીડ જોઇને નેતાજી કેમ થયા દંગ !
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
ગુજરાત ભારતિય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન ગોરધન ભાઇ ઝડફીયાનો 20જુને 67મો જન્મ દિવસ હતો, જો કે આ વખતનો જન્મોત્સવને તેમના સમર્થકોએ કઇક ખાસ રીતે ઉજવ્યો,,
મહત્વની વાત એ છે કે આ વખતે તેમને વધામણા કરવા વાળાની સંખ્યામાં ભારેખમ વધારો થયેલો જોવા મળ્યો,,સુત્રોની માનીએ તો આ વખતે તેઓ ઠક્કર નગર વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે
નિશ્ચિત માનવામાં આવે છે, જેની સીધી અસર પણ જન્મોત્સવમાં પણ જોવા મળી,,
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !
ગોધરન ભાઇ ઝડફીયાનો જન્મ 20 જુન 1954ના રોજ સુરનિવાસ ગારીયાધર ભાવનગરમાં થયો હતો, તેઓ બીએસસી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ડીપ્લોમા ઇન માર્કેટીંગ મેનેજમેન્ટ કર્યુછે,
તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં 15 વર્ષ કામ કર્યુ, તેઓ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે રહ્યા, આ ઉપરાંત તેઓએ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ગમોદીના કાર્યકાળમાં ગૃહ રાજ્ય પ્રધાન તરીકે પણ રહ્યા,,
તેઓ વર્ષ 1995,વર્ષ 1998,2002 સુધી રખિયાલ વિધાનસભામાં ધારાસભ્ય સેવા આપી, અત્યારે ભાજપના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે,
ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
તેઓ પ્રખર હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી નેતા તરીકે લોકપ્રિય છે, કાર્યકર્તાઓ માટે તેઓ સંકટ મોચક નેતા માનવામાં આવે છે,ગમે તેવી સમસ્યા હોય તેનુ સમાધાન તેઓ ચપટી વગાડતા કરી નાખે છે,તેઓ
રણનિતીકાર, કુશળ સંગઠક માનવામાં આવે છે,બુથ મેનેજમેન્ટમાં પણ તેમની માસ્ટરી છે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં પણ તેઓ સહ પ્રભારી તરીકે ચૂટણી જીતાડી ચુક્યા છે, પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ
પટેલ બાદ કદ્દાવાર પાટીદાર નેતા તરીકે તેમની સારી છાપ છે, સર્વ સમાજના તેઓ નેતા માનવામાં આવે છે,,
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
જ્યારે 20મીએ તેમનો જન્મ દિવસ ઉજવાયો ત્યારે મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ શુભેચ્છા અને ફોટા પડાવવા માટે ઉમટ્યા હતા, સુત્રોની માનીએ તો આની પહેલના જન્મ દિવસોમાં આટલા કાર્યકર્તાઓ અને તેમના
સમર્થકોમા આટલો ઉત્સાહ જોવા મળતો ન હતો, જો કે આ વખતે સ્થિતિ અલગ છે,વર્ષ 2022ના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઠક્કર નગર વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ ભાઇ કાકડીયાની વય મર્યાદાના લીધે વિદાય નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે તેમના અનુગામી તરીકે ગોરધન ભાઇ ઝડફિયાની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે, જેની અસર કાર્યકર્તાઓમા
પણ જોવા મળી છે,, કહેવત છે કે જ્યાં મધ હોય ત્યા માખી જોવા મળે, એવી રીતે સત્તા સાથે જ જોડાવવાનો એક ચોક્કસ વર્ગ પસંદ કરતો હોય છે, તેવી જ રીતે ઘણા વર્ષોથી સત્તાથી દુર રહેલા
ગોરધન ભાઇ ઝડફિયા આગામી સમયમાં સત્તામા આવી શકે છે, તેઉ દેખાતા જ તેમની આગળ પાછળ કાર્યકર્તા અને સમર્થકોની ભીડમાં વધારો થઇ રહ્યો છે,