૫૦૦ વર્ષ પહેલા મોગલ બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢમાં મહાકાળી ના મંદિરને ધ્વસ્ત કર્યું હતું. શિખર વિનાના મંદિરમા મા કાલિકા બિરાજમાન હતા ત્યારે માં ના પરમ ભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટિ ને સાકાર સ્વરૂપ આપવા નું કામ ગુજરાત બીજેપી ના ખજાનચી સુરેન્દ્ર પટેલે આયોજનબધ્ધ રીતે શિખરબંધ મંદિરનુ નિર્માણ કર્યું જેનું ગુજરાતના પનોતાપુત્ર દેશના વડાપ્રધાને રુબરુ આવીને ધ્વજારોહણ કર્યું. પર્વત ઉપર વર્ષોથી દરગાહ હતી. તે સૌ કોઈ જાણતું હતું અયોધ્યામાં જે પ્રકારે બાબરી મસ્જિદ ના ઢાંચા ની વાત હોય કે પછી કાશી મથુરા માં વિવાદ રહ્યા છે ત્યારે ગુજરાત બીજેપી ના ખજાનચી સુરેન્દ્ર પટેલે કુનેહપૂર્વક મુસ્લિમો ને સમજાવી ને દરગાહ ત્યાંથી ખસેડી નીચે નવી બનાવી આપી. જે દેશની રાજનીતિ માં મોટી ઘટના કહી શકાય સામાન્ય રીતે જોવા જઈએ તો આવા ધાર્મિક સ્થાનો ને ખસેડવા કે અન્ય જગ્યાએ બનાવવું વિવાદ નું ઘર બનતું હોય છે ને વર્ષો સુધી કોર્ટ કચેરી માં લાગી જવા છતાં ઉકેલ આવતો નથી ત્યારે જમીન સાથે જોડાયેલા સુરેન્દ્ર પટેલે પ્રેમ પૂર્વક સમજાવટ થી ઉકેલી લાવી ને લોકો ને એક નવો રાહ ચીંધ્યો છે મહત્વપૂર્ણ બાબત તો એ છે કે અમદાવાદ માં એસપી રિંગ રોડ ના નિર્માણ દરમ્યાન ખેડૂતો પાસે થી જમીન સંપાદન નો મોટો પ્રશ્ન હતો જોકે તેઓ એ સમયે ખેડૂતો ને જમીન આપવા માટે તૈયાર કરી દીધા હતા આજે સરદાર પટેલ રિંગ રોડ પર જોવા મળી રહેલ રોનક પણ કાકા ને આભારી છે તેમ કહી એ તો ખોટું નથી
પ્રજાલક્ષી કામગીરી સારી રીતે થઇ શકે તે માટે પોલીસ કયો નવતર અભિગમ અપનાવશે
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !