ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચારના તમામ માધ્યમોનો ભરપુર ઉપયોગ કરી રહી છે,, જેમાં પ્રિન્ટ, દિવાલ ચિત્રો,સોશિલય મિડીયા અને ટીવી મિડીયા થકી ગુજરાતના મતદારો
સુધી પહોચવાની રણનિતિ બનાવી છે, પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ઇલેક્ટ્રોનિક્સમ મિડીયાના પેનલ ડીસ્કસનનમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બોલાવવામાં ટાળવામાં આવી રહ્યા છે,તેનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ નારાજ થઇ છે, ત્યારે આમ આદમી પાર્ટી ચોથી
જાગીરના વિશ્વસનિયતા અને તટસ્થા ઉપર સવાલ ઉભા કર્યા છે, આપના નેતાઓએ સવાલ ઉભો કર્યો છે કે ગુજરાતની ચોથી જાગીર કોનાથી ડરે છે,ત્યારે ગુજરાતના મિડીયા વલણ બાબતે અરવિંદ કેજરીવાલને પણ જાણ કરી દેવાઇ છે,,આગામી દિવસોમાં આને લઇને પણ નિશ્ચિત
રણનિતિ બનાવાશે તેમ આપના નેતાઓ જણાવી રહ્યા છે,
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ 27 વરસથી ભાજપનો ગઢ બનેલ ગુજરાતમાંથી ભાજપને સત્તા સ્થાનેથી ઉખાડી ફેકવા માટે
આમ આદમી પાર્ટીના રણનિતિકારોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે..ગુજરાતમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરેલા
કામો અને યોજનાઓને લોકો સુધી લઇ જઇ રહ્યા છે, તેનો પ્રચારના તમામ માધ્યમો થકી કરી રહ્યા છે,,આમ આદમી પાર્ટીએ ગરીબ મધ્યમ વર્ગ માટે મફત વિજળી, મહોલ્લા ક્લિનીક
શિક્ષણ સહિત વિવિધ વિભાગો આપની સરકારની કામગીરી લોકોના ઘરે ધરે પહોચાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયુ છે, રેલી ,ખાટલા બેઠકો કરી આમ આદમી પાર્ટી કોઇ ખાસ લોકો માટે નહી
કોઇ ઉદ્યોગપતિઓ માટે નહી, કોઇ વેપારીઓની નહી પણ સામાન્ય લોકોની પાર્ટી હોવાનુ પ્રસ્થાપિત કરવામાં સફળ થયા છીએ તેમ આમ આદમી પાર્ટીના ગુજરાતના ખજાન્ચી કૈલાશ ગઢવીએ દાવો કર્યો છે
કૈલાશ ગઢવીએ વધુમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં ભાજપની વિદાય નિશ્ચિત છે, ભાજપના ગુજરાત મોડેલનો આમ આદમી પાર્ટીએ પર્દાફાસ કરી દીધો છે, ગુજરાત મોડેલ ગરીબ, મધ્યમવર્ગ, ખેડુત વિરોધી હોવાનુ પ્રોસ્થાપિત થઇ ચુક્યુ છે, આગામી સમયમાં ગુજરાતની જનતા
આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું મન બનાવી ચુકી છે, ગુજરાતમા 182 વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા, ગામે ગામ લોકો દ્વારા આવકાર આપવામાં
આવ્યો હતો, જેને પરિણામે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનવાનુ નિશ્ચિત દેખાય છે, ત્યારે સત્તા જવાના ડરથી ગુજરાતની ભાજપ સરકાર ડરી ગઇ છે, આગામી વિધાનસભાની ચૂંટણી ડર ભાળી ગયેલ ભાજપ સરકારે ભારતના બંધારણમાં મિડીયાને સંપુર્ણ સ્વતંત્રતા અપાઇ છે, તેવી ચોથી જાગીરને ભાજપના સત્તાધીશો સત્તાના જોરે બાનમાં રાખી રહ્યો હોય તેવી સ્થિતિનો નિર્માણ થઇ રહ્યો છે, ઇન્દિરાગાંધીની કટોકટીની ગુજરાતની ભાજપ સરકાર યાદ અપાવી રહી છે, જે પ્રકારે
ઇન્દિરાગાંધીની સરકારમાં મિડીયાની સ્ક્રીપ્ટો નક્કી થતી હતી, એ પ્રકારે ગુજરાતમાં મિડીયાના એજન્ડા પણ કમલમ માંથી નક્કી થાય છે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી મજબુત સ્થિતિમાં છે એટલા માટે આમ આદમી પાર્ટીના પ્રવકતાઓ ટીવી ડીબેટમાં
ભાજપ અને કોગ્રેસ બન્નેના પ્રવક્તાને હંફાવી દેતા હતા, બોલતી બંધ કરી દેતા હતા, અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ જનતા ખુલ્લી પાડતા હતા, પરિણામે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને ગુજરાતનુ સાચુ ચિત્ર રજુ કરવાની રણનિતિ સામે ભાજપ ડરી ગયુ હોય તેમ લાગે છે,,
કારણ કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓનુ કેટલિક મિડીયા હાઉસોએ ચાલુ ડીબેટમાં અપમાનિત કરી કાઢી મુક્યા, અને હાલ તો આપના પ્રવક્તાને પેનલ ડીસ્કસનમાં બોલાવવાનુ સંપુર્ણ બંધ કરી દેવાયા છે,
ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક મિડીયા હાઉસો કમલમના કાર્યકર્તાઓ બની ગયો હોય તેવી રીતે વર્તી રહ્યા છે, એમને એ વાતને યાદ રાખવી જોઇએ કે પોલીટીકલ પાર્ટીની સત્તા આવે અને જાય છે, કોઇ કાયમી હોતુ નથી
એક સમયે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા હતું, આજે દેશમાં મોદી ઇઝ ઇન્ડિયા છે,તેવો વાતાવરણ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, પણ યાદ રાખવાની જરુર છે, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે,,ગુજરાતમાં 27 વર્ષ જુની ભાજપ સરકારને ગુજરાતનો આમ આદમી
ગાંધીનગરમાંથી કાઢી મુકવાનો છે, ત્યારે મિડીયાએ તટસ્થાથી વર્તવાનુ હોય છે, કોઇ પાર્ટીના ઇશારે નાચવાનું નથી,
આ ઘટનાની નોધ આમ આદમી પાર્ટીએ લીધી છે,,સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી સાથે કેટલાક મિડીયા ભેદભાવ ભર્યુ વલણ અપનાવી રહ્યા છે,,તેને લઇને આગામી દિવસો આવા મિડીયા હાઉસોને જનતા સમક્ષ ખુલ્લા પડાશે,
વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !