ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !
ભાજપના બે નેતાઓ વચ્ચે ક્યાં થઇ જાહેરમાં ઢીસુમ ઢીસુમ !
આમ તો ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી માનવામાં આવે છે,જો કે અમદાવાદમાં યોજાયેલ એક રેલી દરમિયાન બીજેપી યુવા મોર્ચાના કાર્યકરો ફોટો ફડાવવા માટે બાખડી પડ્યા, એટલુ જ નહી છુટ્ટા હાથની મારામારી પણ કરી
અને સોલા પોલીસ સ્ટેશનનમાં તેની ફરિયાદ થઇ છે, તેને લઇને સમગ્ર ગુજરાત ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ તિરંગા યાત્રા થકી દેશ ભક્તિની ભાવના યુવાઓમાં ભરવાની કોશિશ ભાજપા કરી રહી છે
ત્યારે તેમની યુવા મોર્ચાના યુવા નેતાઓ જાહેરમાં લડીને પાર્ટીની ઇમેજની જાહેર જનતા વચ્ચે લીરે લીરા ઉડાવી રહ્યા છે,
અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !
સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા યુવાઓમાં દેશ ભક્તિનો ભાવ જાગૃત થાય , વધુ માં વધુ યુવાનો ભાજપ સાથે જોડાય તેવી નેમ સાથે સમગ્ર ગુજરાતમાં તિરંગા રેલીઓનુ આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાતા હોય છે, કેન્દ્રીય પ્રધાનો ધારાસભ્યો અને સાસંદો પણ બાઇક રેલીમાં જાડોયા, જેમાં ટ્રાફિકના નિયમોથી અજાણ હોય તેવી રીતે તિરેગા યાત્રાની બાઇક રેલીમાં તો હેલ્મેટ વગર જ રેલીઓ યોજાઇ,,અને ટ્રાફીક વિભાગ જાણે નયન સુખ બની ગયો હોય તેવી રીતે તેનુ વર્તન રહ્યુ,, પણ વાત અમદાવાદની કરીએ તો અહી યુવા મોર્ચાની ટીમ સૌથી વધુ મજબુત અને શિસ્ત બધ્ધ ગણાય છે, બીજા શબ્દોમાં કહીએ તો શિવાજીની ટીમ ગણાય છે,,ત્યારે આ શિસ્ત બધ્ધ કાર્યકર્તાઓની રેલી 14મી તારીખે ચાંદલોડિયા વિસ્તારમાં
યોજાઇ,જેમા આસપાસના યુવા મોર્ચાના કાર્યકર્તાઓ ખુબ સરસ રીતે રેલી યોજી અને યુવાઓમાં દેશભક્તિની ભાવના,ત્યાગ અને કુર્બાનીની ભાવના જાગૃત થાય તેના માટેના નારાઓ પણ લગાવ્યા,,
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
જો કે આખી ઘટનાનો ક્લાઇમેક્સ ત્યારે બદલાઇ ગયો,, જ્યારે રેલી પોતાની અંતિમ ચરણમાં હતી,,અને તમામ યુવાઓ ભગવાન વિશ્વકર્માના આશિર્વાદ લેવા માટે ચાંદલોડિયા મંદિરે પહોચ્યા, જ્યાં ફોટો શેષન દરમિયાન યુવાઓ વચ્ચે ફાટ પડી,,
એટલે કે થોડા વાર પહેર એકતા, અખંડતા,ત્યાંગ, કુર્બાનીનો પાઠ ભણેલા આ યુવાઓ સોશિયલ મિડીયાની વર્ચુઅલ દુનિયામા હાજરી પુરાવવા મોટા નેતાઓ સમક્ષ પોતાની કામગીરી બતાવવા માટે ફોટો પડાવવાની હુસાં તુંસી શરુ થઇ,
કોણ આગળ રહેશે, કોણ પાછળ તેને લઇને બોલા ચાલી શરુ,,(ગાળ લખી શકાય ન હોવાથી લખતા નથી) બોલા ચાલીમાં મા, પત્ની, દિકરી બહેન સુધી પહોચી ગયા,,ગાળા ગાળીથી પણ સંતોષ ન મનાયુ,, ઉશ્કેરાટ અને ગુસ્સો એક બીજા માટે
ફાટી નિકળ્યું, અને જાણે બાપે માર્યે વેર હોય તેમ, વર્ષોથી દુશ્મનાવટનો હિસાબ થતો હોય તેમ એક બીજા ઉપર તુટી પડ્યા,,
રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !
ચાંદલોડિયા વોર્ડ ભાજપના પ્રમુખ નંદુ ભાઇ પટેલ અને તેમના ભત્રિજા, શહેર ભાજપ યુવા મોર્ચાના કારોબારી સભ્ય મીત પટેલે જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે તે મુજબ,,તેઓ સાંજે છ વાગ્યે ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી
નિકળી તિરંગા યાત્રામાં જોડાયા હતા, જે ભગવાન વિશ્વ કર્મા મંદિર પાસે પુરી થતી હતી,એ વખતે ચાંદલોડિયા વોર્ડ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ કેયુર પટેલે યુવા મોર્ચાના તમામ કાર્યકર્તાઓને ફોટો પડાવવા માટે આગ્રહ કર્યો હતો, એટલે
અમે બધા ફોટા પડાવવા ઉભા રહ્યા,, એ દરમિયાન ચાંદલોંડિયા વોર્ડના કાઉન્સિલર હિરા ભાઇ પરમારની આગળ ભાવિક ગજ્જર નામનો કાર્યકર્તા ઉભો રહી ગયેલ,, તેની ઉંચાઇ વધારે હોવાથી તેને સાઇડમાં ખસી જવા માટે સુચના આપી,જોકે
તેઓ ટસથી મસ ના થયા,,અને તેઓએ મને જેમ ફાભે તેમ બોલવા લાગ્યા,, મે તેમને ચુપ રહેવાનુ કહેતા તેઓ ઉશ્કેરાયા અને મારી સાથે છુટા હાથની મારા મારી કરી, ઝપા ઝપી કરી, તેમણે હાથમા પહેરેલ કડુ મને જમણી આંખની બાજુમાં મારેલ
મને લોહી નિકળતા અમારી સાથેના બીજા માણસો મને છોડાવ્યો,, તેઓ બુમો પાડ્યા હથિયાર લાવો અને બિભત્સ ગાળો આપી,,તારા ઘરનુ સરનામુ શોધીને તને ઘરે આવીને જાનથી મારી નાખીશ,,
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
આ ઘટનામાં બાગ સોલા પોલીસ સ્ટેશનમાં શહેર ભાજપના સિનિયર નેતાઓ અને પ્રદેશ નેતાઓને પહોચ્યા હતા, બે કલાક સુધી ચાંદલોડિયા ભાજપના પ્રમુખ નંદુ ભાઇ પટેલ અને તેમના ભત્રિજા મીત પટેલને ફરિયાદ ન નોધાવવા માટે
સમજાવવાના પ્રયાસો થયા, જો કે માર ખાધી ચુકેલા આ નેતાઓ કોઇનુ પણ સાંભળવાનુ ઇન્કાર કરી, તેમણે પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો અને પોલીસ ફરિયાદ કરી,,જો કે પોલીસે હજુ સુધી ભાજપના નેતાઓ અને મારા મારીના આરોપી
ભાવિક ગજ્જરની ધરપકડ કરી નથી, જેના કારણે પણ યુવા મોર્ચાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !