જામનગર આમ આદમી પાર્ટી ના નવા સંગઠન માળખામાં શહેર અને જિલ્લા પ્રમુખ રીપીટ થતા કાર્યકરોમાં આનંદ
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
જય હિન્દ સાથ જણાવવાનું કેતાજેતરમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્ય ની તમામ જિલ્લા ,શહેર ,તાલુકા નિ તમામ સંગઠન પાંખો નુ વિસર્જન કરી દિલ્હી અને પંજાબ ના માળખા ની જેમ ગુજરાતમાં પણ નવું સંગઠન નું માળખું તૈયાર કરવા માં આવી રહ્યું છે જેમાં પ્રથમ યાદી ગત તારીખ 12 /6 /22ના રોજ રજૂ કરવામાં આવી હતી જે યાદી મુજબ જામનગર શહેર અને જિલ્લામાંથી લોકસભા પ્રમુખ તરીકે દુર્ગેશભાઈ ગડર્લિંગને જવાબદારી સોંપવામાં આવી જ્યારે જામનગર શહેર અને જિલ્લા નું શુકાન ડીસ્ટ્રીક પ્રમુખ તરીકે કરસનભાઈ કરમુર અને પ્રકાશભાઇ દૌગા ને ફરીથી સોંપવામાં આવ્યું છે જ્યારે દયાબેન મકવાણાને પ્રદેશ મહિલા પાંખ માં જોઇન્ટ સેક્રેટરી તરીકે ની જવાબદારી સોપવામાં આવી છે જ્યારે અન્ય નિમણૂકો માં જામજોધપુર સંગઠન મંત્રી તરીકેની જવાબદારી જાડેજા ધર્મેન્દ્રસિંહ, નકુમ નરોત્તમભાઈ ,પરમાર રાકેશભાઈ અને પોપટ બિમલભાઈ ને સોંપવામાં આવી છે આજ રીતે જામનગર નોર્થ વિધાનસભા મા સંગઠન મંત્રી દિલીપ સિંહ જાડેજા ,જેતુનબેન બેલાઈ, રાઠોડ ચંદ્રસિંહ અને ધવલભાઈ ઝાલા ને સોંપવામાં આવી છે જામનગર ગ્રામ્ય વિધાનસભા સંગઠન મંત્રી તરીકે સાવન ભાઈ દુધાગરા અને ચાવ ગૌતમભાઈ ને જવાબદારી સોંપવામાં આવી છે તેમજ જામનગર દક્ષિણ 79 વિધાનસભા મતવિસ્તાર આ સંગઠન મંત્રી તરીકે બ્રિજેશભાઈ ફળદુ, સાગરભાઇ પાંભર અને આશિષભાઈ સોજીત્રા ને જવાબદારી સોંપવામાં આવી છે આ જ રીતે કાલાવડ વિધાનસભા સંગઠન મંત્રીની જવાબદારી જાડેજા વેલુભા રણજીતસિંહ, રમેશભાઈ બાબુભાઈ ચનીયારા, દેવરાજભાઈ વૈષ્ણવ ને સોંપવામાં આવી છે
આ તકે કરસન ભાઈ કરમુર પ્રકાશભાઈ દૌગા દયાબેન મકવાણા તેમજ દુર્ગેશભાઇ ફરીથી જવાબદારી સોપાતા અને ખાસ કરીને જિલ્લા તથા શહેરના પ્રમુખ કોને રીપીટ કરતા કાર્યકર્તા મિત્રો માં ખૂબ જ આનંદ ની લાગણી પ્રસરી છે જેના ભાગરૂપે ગત તારીખ 15 ના રોજ શહેરમાં હાજર હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર નો ફૂલહારથી સલમાન પૂર્વ શહેર ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચનીયારા એ કર્યું હતું જ્યારે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દૌગા ને કે પી બથવારે સન્માનિત કર્યા હતા અને દયાબેન મકવાણાને પૂર્વ મહિલા ઉપપ્રમુખ ઈન્દુબેન રાવલ પુષ્પ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા આ તકે મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા