ગુજરાતમાં સસ્તી વીજળી ની રાજ્યવ્યાપી માંગણી સાથે આમ આદમી પાર્ટી જામનગર શહેર – જિલ્લા દ્વારા કાર્યક્રમની શરૂઆત
જય ભારત સાથ જણાવવાનું કે હાલના સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી સસ્તી વીજળી આપવા અંગેની ઝુંબેશ ઉઠાવવામાં આવી છે ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે કારણ કે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું. ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે.સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.સરકારે ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
પરંતુ આ સમયે પણ પંજાબ અને દિલ્હી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે દિલ્હી અને પંજાબમાં 200થી 300 યુનિટ વીજળી આપી શકાય તો ગુજરાત સરકાર સસ્તી વીજળી કેમ ન આપી શકે એવી માગણી સાથે આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સસ્તી વીજળી ની માગણી સાથેના રાજ્યવ્યાપી કાર્યક્રમો આપનાર છે જેના ભાગરૂપે આજરોજ 11:30 કલાકે આમ આદમી પાર્ટી જામનગર શહેર કાર્યાલય ,ગુરુદ્વારા ચોકડી ખાતે શાંતિ પૂર્ણ રીતે આ કાર્યક્રમની શરૂઆતના ભાગ રૂપે માર્ગદર્શન ની શરૂઆત થઈ છે આ કાર્યક્રમ જામનગર શહેર અને જિલ્લાન સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો
આ કાર્યક્રમ માં શહેર પ્રમુખ લખન ભાઈ કરમુર એ વીજળી અંગેનો આ પ્રશ્ન ગુજરાત ના છ કરોડ નાગરિકોને સ્પર્શ તો પ્રશ્ન છે તેમજ સતત વધતા વીજળી ના ભાવ સરકારે ઘટાડવા જ જોશે તેવું જણાવતા આ મોંઘીદાટ વીજળી નું બિલ સામાન્ય માણસને પણ ખૂબ જ આકરું લાગતું હોય અને ૨૦૦ થી ૩૦૦ યુનિટ વીજળી વાપરનારને 10 હજાર રૂપિયા જેટલું બિલ આવતું હોવાનું જણાવ્યું હતું છે હાલના સમયમાં સામાન્ય માણસ સહી શકે તેમ નથી
આ ઉપરાંત જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દૌગા એ જણાવ્યું હતું કે વીજ કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલની માફક ૫ પૈસાને 10 પૈસાની ધીમા ધીમા વધારા સાથે આજની વીજળી નો ભાવ અઢી રૂપિયા પહોંચ્યો છે અને તાજેતરમાં 30 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જે તદ્દન ગેરવ્યાજબી છે સસ્તી વીજળી ની માંગણી જ્યાં સુધી સરકાર દ્વારા પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે કાર્યક્રમો સતત આપવામાં આવશે અને જો સરકાર આ ભાવ વધારા પર અંકુશ નહીં આવે તો જ્યાં સુધી આમ આદમી પાર્ટી ની સરકાર બને અને વિજળીના ભાવો પર અંકુશ આવે ત્યાં સુધી આ કાર્યક્રમો ચાલુ રાખવાનું જણાવ્યું હતુ
ચોમાસા મા મેલેરીયા ના કાબુ માટે ફોગીંગ મશીન ના કોન્ટ્રાક્ટ મા ૧૨૦ દિવસ માટે રૂ.૩.૫ કરોડ નો ધુમાડો
આમ આદમી પાર્ટીએ એક પત્ર પણ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલને લખ્યો છે, તેઓએ લખ્યુ છે કે
માનનીય મુખ્યમંત્રીશ્રી,
આપને સુવિદિત છે કે ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું. ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે.
પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007માં 25 વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા. એને કારણે જ છે થોડાક જ વખતમાં…
એપ્રિલ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો,
જુલાઈ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો,
ઓક્ટોબર 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.00 રૂપિયા થયો,
જાન્યુઆરી 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો,
માર્ચ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.20 રૂપિયા થયો,
એપ્રિલ 2022માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.
બીજું, ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે.
સરકારે ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.
આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.
આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરવા જય રહી છે.
આપની પાસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની માગણી છે કે,
ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે.
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક