ચોમાસા મા મેલેરીયા ના કાબુ માટે ફોગીંગ મશીન ના કોન્ટ્રાક્ટ મા ૧૨૦ દિવસ માટે રૂ.૩.૫ કરોડ નો ધુમાડો
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક

નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ચોમાસા ની ઋતુ દરમ્યાન મચ્છ૨ નો ઉપદ્વવ ના થાય તે માટે અમદાવાદ શહેરના દરેક ઝોન તથા દરેક વોર્ડ મા પ્રત્યેક ઘ૨મા ફોગીંગ મશીન થી ધુમાડો ક૨વાનુ આયોજન હાથ ધરાયુ છે આ માટે અલગ અલગ ૨ એજન્સી ને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યા છે પરંતુ આ આયોજન નો અમલ પુરી રીતે થાય તેવી શક્યતા દેખાતી નથી. કારણ કે જે ૨ કોન્ટ્રાક્ટરો ને કામ આપવામા આવ્યુ છે તેમા તથા અલગ અલગ વોર્ડ મા ભાવ તાવત કયા કારણ થી આપવામા આવ્યો તે સમજાય તેમ નથી. ચોમાસા ના ૧૨૦ દિવસ માટે ૩.૫ કરોડ ના કોન્ટ્રાક્ટ આપવામા આવ્યા છે તેમા જરૂરી જે શરતો આપવામા આવી છે તેનુ પાલન થવુ અતિ આવશ્યક છે નહીત૨ આ આયોજન પૂજા માટે લાભદાયી નહી નિવડે અને કરવામા આવેલો ખર્ચ વ્યર્થ જશે
વિગત :ક્રમ નં. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ઝોન નુ નામ મશીન ની સંખ્યા ઝોન દીઠ આશરે ખર્ચ મધ્ય ઝોન ૧૦ ૩૮ લાખ ઉત્તર ઝોન ૧૫ ૫૬ લાખ પૂર્વ ઝોન ૧૫ ૫૬ લાખ ૧૫ ૫૬ લાખ દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોન ૨૦ ૭૫ લાખ ઉત્તર પશ્ચિમ ઝોન ૧૫ ૫૬ લાખ ૧૦ ૩૮ લાખ દક્ષિણ પશ્ચિમ ઝોન
કુલ ૧૦૦ ,૩.૫ કરોડ
આ આયોજન ની સૌથી જરૂરી બાબત એ છે કે દરેક ઝો ન મા થઇ ને કુલ ૧૦૦ ફોગીંગ મશીન દ્વારા પ્રત્યેક વોર્ડ મા ઘર દીઠ છટકાવ કરવાની વાત છે પરંતુ મુખ્યત્વે જોવા મળે છે કે ઘર દીઠ નહી માત્ર મુખ્ય માર્ગો પર ફોગીંગ થતુ જોવા મળે છે અને પ્રત્યેક ઘ૨ પ્રમાણે મસ મોટા બીલ બનાવાની શક્યતા રહેલી છે. જે તે વોર્ડ મા ફોગીંગ થતુ હોય તે ઝોન ના મેલેરીયા સબ ઇન્સપેક્ટ૨, સુપરવાઇઝર તથા અન્ય મહત્વ ના અધિકારીઓ નુ મોનીટેરીંગ થવુ જરૂરી છે અને સુપ૨વીઝન દરમ્યાન કોઇ કર્મચારી ગેરહાજર હોય અથવા કામગીરી અધુરી છોડી હોય તેવા સંજોગો મા પ્રતિ બનાવ દીઠ ૨૦૦૦ રૂ., કામગીરી ના સુપરવીઝન દરમ્યાન ફોગીંગ મશીન યોગ્ય રીતે કામ ના કરી સકતા હોય તો પ્રતિ બનાવ ૫૦૦ રૂ. ,કામગીરી દરમ્યાન ટેકનીકલ સુપરવાઇઝર હાજર ના જણાતા પ્રતિ બનાવ દીઠ ૨૦૦૦, કામગીરી દરમ્યાન કામદારો યુનિફોર્મ વગર કામ કરતા જણાય તો પ્રતિ બનાવ દીઠ ૨૦૦ રૂ. પેનલ્ટી વસુલ કરવામા આવે પરંતુ જયારે અધિકારીઓ યોગ્ય મોનીટરીંગ જ ના કરતા હોય ત્યા કામગીરી યોગ્ય રીતે થાય તેમા શંકા ને સ્થાન છે
બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર વર્ગ 3ના બઢતીનુ પરિણામ જાહેર- આ રહી યાદી
કોંગ્રેસ પક્ષ તરફ થી માંગ કરવામા આવી છે કે આ આયોજન ન અધિકારીઓ દ્વારા યોગ્ય મોનીટરીંગ કરવામા આવે અને જ્યાં કામગીરી યોગ્ય ના થતી હોય ત્યાં પેનલ્ટી સહિત ના આકરા પગલા લેવામા આવે જેનાથી પ્રજા ને યોગ્ય સુવિધા આપી શકાય અને આવી કામગીરી ઓ ભષ્ટ્રાચાર મુક્ત થાય તો જ સાચુ અને સારૂ શાસન કહેવાશે