પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- દેશની નાગરિકો જાણવા માટે છે ઉત્સુક
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
આમ તો સામાન્ય રીતે જ્યારે વડા પ્રધાન નરેદ્રમોદીનો જન્મ દિવસ આવે છે ત્યારે તેઓ પોતાના માતાના આશિર્વાદ લેવા આવતા હોય છે, અને માતા હિરાબા તેમને કઇક ન કઇક સોગાત સ્વરુપે કઇક આપાત હોય છે,
ત્યારે 18મીએ હિરાબા 100માં વર્ષમાં પ્રવેશ કરશે,,ત્યારે તમામને જાણવામાં રસ છે કે વડા પ્રધાન પોતાના માટે શુ ગિફ્ટ આપવાના છે, તેને વઇને ચર્ચા છે,,ત્યારે પોતાના માતાના જન્મ દિવસે પણ તેઓ ગુજરાતમાં છે
ત્યારે માનવામાં આવે છે કે તેઓ આ દિવસે ગુજરાતની તમામ માતાઓ માટે ખાસ ભેટ આપવા જઇ રહ્યા છે, જેના થી ગુજરાતની માતાઓને પણ મળશે ખાસ સુવિધા, સરકાર તેના માટે ચાર હજાર કરોડ પણ ખર્ચ કરવા જઇ રહી છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદી 18મીએ ગુજરાતના એક દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે,,આ પ્રવાસ એટલા માટે ખાસ છે કે તે દિવસે તેમની માત હિરાબા 100માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે ત્યારે માનવામા આવે છે કે તેઓ પોતાની માતાને મળી શકે છે,,
તે સિવાય પોતાની માતાના જન્મ દિવસ હોવાતી તેઓ ગુજરાતની માતા માટે માતૃશક્તિ યોજનાનો આરંભ પણ કરાવશે, અને જેના માટે મહિલા સમ્મેલનનુ આયોજન પણ કરાયુ છે,
શુ છે માતૃશક્તિ યોજના
ઉલ્લેખનિય છે કે પોતાના માતાના જન્મ દિવસે વડા પ્રધાન નરેદ્રમોદી મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાનો આરંભ ગુજરાતમાં કરાવશે
આ યોજના હેઠળ મહિલા ગર્ભ ધારણ કરે છે તે 270 દિવસ અને બાળકના જન્મથી ર વર્ષ સુધીના 730 દિવસ એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવામા આવે છે,,જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદ્ઢ બનાવવુ જરુરી છે
આ તબક્કાના દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન ફેટ તેમજ પોષક તત્વો ઉપલબ્ધ થાય તે ખુબ જરુરી છે, આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ યોજના બનાવી છે, આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે બે કિલો ચણા
એક કિલો તુવેર દાળ અને એક કિલો લિટર સીંગતેલ આપવાનુ નક્કી કરવામાં આવ્યુ છે, આ યોજના હેઠળ આગામી પાચ વર્ષ માટે રુ 4 હજાર કરોડ ખર્ચ થશે
પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !
હિરાબાના માટે વડનગરમાં ખાસ કાર્યક્રમનુ થશે આયોજન
વડા પ્રધાન નરેન્દ્રમોદીના માતા હિરાબા 18 જુનના રોજ શતાયુમાં પ્રવેશ કરી રહ્યા છે,,ત્યારે આ પ્રસંગે તેમના સારા સ્વાસ્થ્ય માટે
સુદર કાંડ, શિવ આરાધના, અને ભજન સંધ્યાના કાર્યક્રમનો આયોજન થશે,ત્યારે હિરાબાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવા
નાગરિકોને આમંત્રણ અપાયુ છે, આ કાર્ચક્રમમાં સુદર કાંડનું પાઠ કેતન ભાઇ કામલે કરશે,શિવઆરાધના અનુરાધા પૌડવાલ અને ભક્તિ ભજન જીતુ ભાઇ રાવલ કરશે,
કાર્યક્રમ 18 જુને સાડા સાત વાગ્યે હાટકેશ્વર મંદિર વડનગરમાં થશે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !