પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- ચર્ચાઓનો બજાર ગરમ
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં રાજ્યના પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળી, આ બેઠકમાં જેમાં લેઉઆ અને કડવા પાટીદાર સંસ્થાઓના 18 આગેવાનોની બેઠક મળી, પણ આમાં ખોડલધામ વતી ન તો પ્રમુખ નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા,,ન તો તેમનો કોઇ પ્રતિનિધી,, આમ તો બેઠકમાં પાટીદાર આગેવાનો વિવિધ પ્રશ્નોને લઇને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી,,પણ સૌથી મહત્વની ચર્ચા નરેશ પટેલને લઇને રહી,,કે તેઓ કેમ હાજર ન રહ્યા,, સુત્રો કહે છે કે નરેશ પટેલ ગુરુવારે પોતે રાજનીતિમાં રહેશે કે સમાજ સેવા કરશે તેની જાહેરાત કરી શકે છે,, પરિણામે તેને લઇને તેઓ અત્યારે પાટીદાર સંસ્થાના આગેવાનોની બેઠકમાં હાજરી આપવાનુ ટાળ્યુ છે,,
અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક મળી. જેમાં
આર.પી.પટેલ, પ્રમુખ વિશ્વઉમિયાધામ
જેરામભાઈ વાંસજાળિયા,પ્રમુખ, ઉમિયાધામ સિદસર
પ્રહલાભાઈ પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
ગોવિંદભાઈ વરમોરા, ઉપપ્રમુખ, ઉમિયાધામ સિદસર
દિપક પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
ડી.એન.ગોલ, ઉપપ્રમુખ, વિશ્વઉમિયાધામ
કૌશિકભાઈ રાબડિયા, સગંઠન પ્રમુખ, ઉમિયાધામ સિદસર
વાલજીભાઈ શેટા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નપુર્ણધામ, ગાંધીનગર
હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ
વાડીભાઈ પટેલ, પ્રમુખ, ધરતી વિકાસ મંડળ
જયંતીભાઈ લાકડાવાલા, ઉપપ્રમુખ, કચ્છ કડવા પાટીદાર
મનિષભાઈ કાપડિયા, ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજ, સુરત
અબજીભાઈ કાનાણી, પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રકાશભાઈ વરમોરા, પ્રમુખ, સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ
જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા,, આ બેઠકમાં જેમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સમાજના પેન્ડિંગ રહેલા પ્રશ્નોના નિકાલ અંગે, તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં બિનઅનામત વર્ગને થયેલા અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પાટીદારોના પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં પાટીદારો નારાજ થયાં છે.
દિકરીના પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાની સહી સાક્ષી તરીકે ફરજિયાત બનાવવામાં આવે
બોર્ડ અને નિગમમાં બરાબર કામગીરી નથી થઈ રહી, ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહી છે. જેથી જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમને નિરાશા સાંપડે છે અને કામ નથી થતુ. ઉપરાંત ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજની દિકરીઓ પણ પોતાની રીતે લગ્ન કરે છે, ત્યારે બે કોઈ પણ સાક્ષીઓની સહી કરીને લગ્ન કરાવી રહી છે, જેથી સમાજમાં રોષ છે. જેથી પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકેની સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા પિતા કે દીકરા દીકરીઓ પરેશાન ન થવાનો વારો આવે. જેને લઈ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનો પર થયેલ કેસ કેસ હજુ નથી લેવામાં આવ્યા તેમને પરત લેવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
જગન્નાથયાત્રા આ વખતે છે રહેશે અનેક બદલાવ- ભક્તોમાં અનેરો ઉત્સાહ !
PSI ભરતીમાં ભરતી બોર્ડમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને થયો અન્યાય
પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ફરીવાર ભેગા થઈ મનોમંથન કરી રહ્યા છે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની મહત્વ અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં સમાજ તથા બિન અનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા કરવામાં આવશે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, મુખ્યત્વે આ બેઠકમાં PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો છે, નિયમ પ્રમાણે કરવાનું હોય તે કરવું જ પડે પરંતુ તેમ નથી થયું. ઉપરાંત બિનઅનામત વર્ગના લોકો માટે રચવામાં આવેલ બોર્ડ અને નિગમની કામગીરી સામે પણ આ સંતોષ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !
નરેશ પટેલની સુચક ગેર હાજરી
સ્થાનિક આગેવાનોની માનીએતો આ અંગે રાજ્યના તમામ પાટીદાર સંસ્થાઓના આગેવાનોને આ બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલાયુ હતુ,,, આ બેઠકમાં 18 જેટલા કડવા અને લેઉઆ પાટીદારો અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચર્ચા થઇ હતી,
આ બેઠકમાં ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ ગેર હાજર રહ્યા હતા, સાથે ખોડલ ધામ તરફથી કોઇ પ્રતિનિધી પણ હાજર ન હતા રહ્યા,, આમ તો ખોડલધામ સંસ્થા સૌરાષ્ટ્રમાં કડવા અને લેઉઆ પાટીદારોની એકતાનુ પ્રતિક છે, સાથે આ સંસ્થા થકી
સમાજ કલ્યાણના કામો પણ માટો પાયે થાય છે, છતાં નરેશ પટેલ ગેર હાજર શા માટે રહ્યા તેને લઇને સવાલ ઉભો સ્વાભાવિક છે, સુત્રો કહે છે કે આવતી કાલે નરેશ પટેલ રાજનીતિમાં રહેશે કે સમાજ સેવા કરશે તેને લઇને કોઇ નિશ્ચિત જાહેરાત કરી
શકે છે, પરિણામે હવે તેઓ તેની તૈયારીમાં વ્યસ્ત હોઇ શકે છે, અથવા આ બેઠકમાં આવીને મિડીયામાં વિવાદનો કેન્દ્ર બનવા ન માંગતા હોય,, છતાં કઇ પણ હોય પાટીદારો હાલ પાટીદાર મુખ્ય પ્રધાન વાળી સરકારથી અંતુષ્ઠ છે તેમ સ્પષ્ટ દેખાય છે,