ખેડુતો ને થતા અન્યાય ને લઇ આપ કરશે આંદોલન
બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના અગથળા ગામ માં વીજ લાઈન નાખવા ને લઇ વિવાદ થવા પામ્યો છે સ્થાનિક ખેડૂતો નો આરોપ છે કે જેટકો નામની વીજ કંપની પોલીસ ની મદદ લઇ ને તેમની પૂર્વ મંજૂરી વગર તેમના પાકો ને નુકશાન થાય તે પ્રકારે વીજ લાઈનો નાખવા માં આવી રહી છે જેને કારણે સ્થાનિક ખેડૂતો માં ભારે નારાજગી જોવા મળી રહી છે લાખણી તાલુકા ના અગથળા ગામ ના સેંધાજી મગનજી ઠાકોરે જેટકો વીજ કંપની અને પોલીસ ની દાદાગીરી સામે ઝેરી દવા પી ને વિરોધ કર્યો હતો જે બાબતે આમ આદમી પાર્ટી એ મામલતદાર ને આવેદનપત્ર આપી ને વિરોધ નોંધાવ્યો છે અને જેટકો કંપની ના અધિકારીઓ અને પોલીસ સામે પગલાં ભરવા ની માંગ કરી છે તેમની આ માંગ નહીં સ્વીકારાય તો આમ આદમી પાર્ટી દ્વારા જલદ આંદોલન કરવા માં આવશે તેવી ચીમકી ભેમાભાઈ ચૌધરી એ ઉચ્ચારી છે
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !