બી એડની પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરિણામ ‘શીખવે તે મૂલવે ‘ ને ચરિતાર્થ કરનારો અભિગમ આઈઆઈટીઈનો મૂલ્યાકનમાં નવતર પ્રયોગ
સામાન્ય રીતે બોર્ડ અને યુનિવર્સિટીની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન તટસ્થ થઈ શકે તે હેતુથી ખાખી સ્ટીકર કે ડીઝીટલ એસેસમેન્ટ કરવાનો ટ્રેન્ડ છે જેથી ઉમેદવારની ઓળખ ખાનગી રાખી શકાય.
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
—————————————————————————————————-
આઈઆઈટીઈએ તેની સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં તેને સંલગ્ન ૫૯ બી.એડ. કોલેજના ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું મૂલ્યાંકન પોતાની કોલેજના અધ્યાપકોને સોંપી મૂલ્યાંકનની હેતુલક્ષિતા સાથે અધ્યાપકો પરના ભરોસાને પ્રાથમિકતા આપી .
અજાણ્યું એટલે અનાત્મલક્ષી અને ઓળખીતું એટલે આત્મલક્ષી એવી માન્યતા છે , હકીકત નથી તેવી પૂર્વધારણાને ચકાસણીના એરણ પર મૂકતાં તા ૨૩ મે થી તા. ૧ લી જૂન દરમ્યાન યોજાયેલ યુનિવર્સિટી પરીક્ષાને આચાર્યો – અધ્યાપકો સાથે ચિંતન શિબિરમાં અને એકેડેમિક કાઉન્સિલમાં મંજુર કરી ‘શીખવે તે મૂલવે ‘ અભિગમને આગળ ધપાવ્યો .
યુનિવર્સિટી દ્વારા મોકલેલ પ્રશ્નપત્ર આધારિત લખાયેલ ઉત્તરવહીનું મૂલ્યાંકન સંસ્થા ખાતે જ કરવાનું નક્કી કરવામાં આવ્યું . અધ્યાપકોના સહયોગથી એ કામ સમયસર તા. ૧ લી જૂનના રોજ પૂર્ણ કરવામાં આવ્યું . ૧૧ થી ૧૨ કલાક દરમ્યાન સેમેસ્ટર ૪ અને બપોરે ૧ થી ૨ દરમ્યાન સેમેસ્ટર ૨ ના ઉમેદવારોને આઈઆઈટીઈના પ્રતિનિધિની હાજરીમાં મૂલ્યાંકન કરેલી ઉમેદવારની પ્રત્યેક ઉત્તરવહીઓ જે તે ઉમેદવારને સ્વ- અભ્યાસ હેતુ આપવામાં આવી. જેથી તેણે લખેલા ઉત્તરોમાં મૂલ્યાંકન યોજના મુજબ ગુણાંકન થયું છે કે કેમ !
જરુર જણાય ચકાસણી કરનાર અધ્યાપક પાસેથી સ્પષ્ટતા -માર્ગદર્શન મેળવી શકાય અને ગુણાંકમાં ફેરફાર થઈ શકે . ગુણ તપાસણી અને ચકાસણી તત્કાળ શક્ય બની . આમ, પરીક્ષા પૂર્ણ થઈ તે જ દિવસે પરીક્ષાર્થીઓ તેમનું પરિણામ જાણી શક્યા . જેથી આગામી ૧૨ જૂનથી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષથી તેઓ શિક્ષકના વ્યવસાયમાં જોડાઈ શકે . આ સમગ્ર પ્રક્રિયાનો શ્રેય આ કાર્યમાં પોતાના કાર્ય દ્વારા આહુતિ આપનાર તમામ સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા તમામ અધ્યાપકોને જાય છે.
એલ જી હોસ્પિટલમાં ખાનગી સિક્યુરીટી સુપરવાઇઝરે મુસ્લિમ યુવતિ પાસે સેક્સની કરી માંગ- પોલીસમાં થઇ રજુઆત
રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ મૂલ્યાંકનની વિવિધ રીત અને પધ્ધતિઓથી ભાવિ શિક્ષક પરિચિત થાય અને શિક્ષક પરના ભરોસાને દ્ઢ કરી શકાય . કારણ કે શાળા શિક્ષણના ૧૨ વર્ષ પૈકી માત્ર ૨ વર્ષ જ જાહેર પરીક્ષા હોય છે , બાકીના ધોરણમાં શિક્ષક- શાળા આપે તેના પર જ સમાજ ભરોસો કરતો હોય છે.