પ્રજાદ્રોહ કરનારને કેવી રીતે ખુલ્લા પાડશે કોંગ્રેસ
રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો કમલમ પેકેજથી પ્રભાવિત થઇ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે, વાત કરીએ ખેડબ્રહ્માની ગુજરાતની સ્થાપના થઇ,ત્યારથી ખેડબ્રહ્મા બેઠક પર
કોંગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ છે, આ બેઠક પર માત્ર, બે વખત વર્ષ 1990 અને વર્ષ 2004માં પુર્વ મુખ્ય પ્રધાન અમર સિહ ચૌધરીના નિધન બાદ ભાજપ અહી ચૂટણી જીત્યુ હતુ, આવી કોંગ્રેસની બેઠક પર સતત જીતતા રહેલા વિધાનસાભાના દંડક
રહેલા અશ્વીન કોટવાલે કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો પહેરી લીધો છે ત્યારે કોંગ્રેસ અને પ્રજા સાથે દ્રોહ કરનાર અશ્વિન કોટવાલને પાઠ ભણાવવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખેડબ્રહ્મામાં એડીચોટીનુ જોર
લગાવશે, આ ઉપરાંત ભીલોડા બેઠક પણ કોંગ્રેસનો ગઢ ગણાય છે, અહી ભાજપ માત્ર વર્ષ 1995માં ચૂંટણી જીત્યુ છે, ત્યારે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાતા રહેલા ડો અનિલ જોષિયારાના નિધન બાદ તેમના પુત્ર કેવલ જોષિયારા ભાજપનો માર્ગ
પકડી લીધો છે,ત્યારે કોંગ્રેર પોતાનુ ગઢ જાળવી રાખવા નવ સંકલ્પ સમ્મેલન યોજશે,
કોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે તા. ૧/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. ૨/૦૬/૨૦૨૨ ગુરૂવારના રોજ ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં ‘નવ સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘નવ સંકલ્પ સંમેલન’ માં ગુજરાત કૉંગ્રેસ સમિતના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ સાંસદશ્રી મધુસૂદન મિસ્ત્રી, ગુજરાતના સંગઠન સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર રહેશે.