ડો હસમુખ સોનીની નિયુક્તિ બોર્ડ ઓફ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશનના એક્સપર્ટ તરીકે કરાઇ નિમણુંક
ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.હસમુખ જે.સોનીની નેશનલ કમિશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (ભારત સરકાર) દ્વારા બોર્ડ ઓફ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશનના મેમ્બર ઓફ એથિક્સ કમિટી એક્સપર્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના આયુર્વેદ, યુનાની તબીબો માટે ગૌરવ અને આનંદની વાત છે. તમામ ડૉક્ટરોએ એનસીઆઈએમ (ભારત સરકાર)નો આભાર વ્યક્ત કર્યો છે.