દુબઈમાં પણ IPLની જેમ ટી-20 લીગ રમાશે. ટૂંક સમયમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)આ લીગની જાહેરાત કરી શકે છે. શાહરુખ ખાન આ લીગનો ભાગ બનશે. IPL અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) તથા સાઉથ આફ્રિકા T20 લીગમાં કેપટાઉન નાઈટ રાઈડર્સની સાથે આ શાહરુખ ખાનની ચોથી ક્રિકેટ ટીમ હશે. UAEમાં મોટી સંખ્યામાં શાહરુખના ફેન છે. આ કારણે તે આ લીગમાં રોકાણ કરશે.
ક્રિકબઝ મુજબ આ ટૂર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લેશે. મુંબઈ ઈન્ડિયન્સના માલિક મુકેશ અંબાણી, દિલ્હી કેપિટલ્સના ચેરમેન કિરણ કુમાર ગાંધી, માન્ચેસ્ટર યુનાઈટેડ અને કેપરી ગ્લોબલ કેપિટલ લિમિટેડના ફાઉન્ડર રાજેશ શર્મા લીગ માટે ટીમ ખરીદશે.
અદાણી ગ્રુપ સાથે પણ ECBની ડીલ લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. લીગને ICCએ માન્યતા આપી દીધી છે
અદાણી ગ્રુપ ટીમ ખરીદવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે
શાહરુખ ખાન IPL અને CPLમાં પહેલાં જ ટીમ ખરીદી ચુક્યો છે. અદાણી ગ્રુપ પણ તૈયાર અમીરાત ક્રિકેટ બોર્ડ અને અદાણી ગ્રુપના નજીકના સૂત્રો મુજબ બંને વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહ સુધીમાં ટીમની જાહેરાત થઈ શકે છે. ECBએ સીધી ગૌતમ અદાણી સાથે વાત કરી છે. છઠ્ઠી ટીમ માટે IPLના રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદારબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત અનેક ટીમ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડના લંકાશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબની સાથે સાથે બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ હવે અદાણી ગ્રુપ ટીમ ખરીદવા માટે સંપૂર્ણરીતે તૈયાર છ
UAEમાં લોકલ ખેલાડીઓની ઉણપ છે.
જૂન-જુલાઈમાં શરૂ થઈ શકે છે લીગ ECB જૂન-જુલાઈમાં લીગની શરૂઆત કરવા માગે છે. UAEમાં લોકલ ખેલાડીઓની ઉણપ છે. તેથી ટૂર્નામેન્ટ ઘણી હદ સુધી વિદેશી ખેલાડીઓ પર નિર્ભર રહેશે. લીગની તમામ મેચ રાત્રે રમાશે. અમીરાત બોર્ડે ટૂર્નામેન્ટની સાથે મીડિયા અધિકારી પહેલાં જ 120 મિલિયન અમેરિકી ડોલરમાં 10 વર્ષ માટે વેચી દીધા છે. માન્ચેસ્ટર યુનાઈટેડ પણ ક્રિકેટ મેદાનમાં ઈંગ્લિશ ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક ગ્લેઝર પરિવારે પણ આ લીગમાં ટીમ ખરીદશે. આ પહેલાં ગ્લેઝર પરિવારે IPLમાં 2 ટીમના ઓક્શનમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ ટીમ ખરીદવામાં સફળ થયા ન હતા. આ વખતે IPLમાં 8ની જગ્યાએ 10 ટીમ રમશે.