શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ માટે ઈન્ડિયન ટીમ (Indian Cricket Team) જાહેર થઈ ચૂકી છે. તેવામાં હવે લિમિટેડ ફોર્મેટ પછી રોહિતને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવી દેવાયો છે. જ્યારે જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah) શ્રીલંકા(Shrilanka) સિરીઝ માટે વાઈસ કેપ્ટન પસંદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માના (Rohit Sharma) કેપ્ટન બન્યા પછી ઈન્ડિયન ટીમની વિનિંગ સ્ટ્રીક પણ સારી થઈ ગઈ છે. જ્યારે ઘણા સિનિયર ખેલાડીના સ્થાને યુવાઓને તક મળતી રહે છે. તો ચલો આપણે વિરાટના ગેમ પ્લાનથી રોહિતની રણનીતિ કેટલી વિપરિત છે એના પર નજર ફેરવીએ…..

વિરાટની રણનીતિ તદ્દન અલગ
કોહલીની કેપ્ટનશિપ દરમિયાન ટેસ્ટ ટીમમાં પુજારા અને રહાણે મહત્ત્વપૂર્ણ ખેલાડી રહ્યા હતા. તેવામાં ભલે આ બંને ખેલાડી છેલ્લા એક વર્ષથી સારા ફોર્મમાં નહોતા છતા તેમને બેક ટુ બેક તકો મળતી રહેતી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી આ બંને ખેલાડીના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
પંત-બુમરાહ અને રાહુલ ભવિષ્યના કેપ્ટન
રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપ્યા પછી ઈન્ડિયન સિલેક્શન કમિટિના અધ્યક્ષ ચેતન શર્માએ કહ્યું છે કે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને કે.એલ.રાહુલને ભવિષ્યના કેપ્ટન તરીકે ઘડવામાં આવી રહ્યા છે. તેવામાં IPLનો રેકોર્ડ જોતા રિષભ પંત (Rishab Pant) આ લિસ્ટમાં સૌથી આગળ છે, જ્યારે બુમરાહ પાસે કેપ્ટનશિપનો અનુભવ નથી. બીજી બાજુ જોવા જઈએ તો રાહુલ એક કેપ્ટન તરીકે IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે.
રોહિતે કેપ્ટન બન્યા પછી નવી ટીમ બનાવી, 4 ખેલાડી આઉટ
ઈન્ડિયન ટીમમાં નામ નહીં હવે કામ ફોર્મ્યુલાથી ટીમ કોમ્બિનેશન બનાવાય છે. રોહિતની કેપ્ટનશિપ ટેસ્ટમાં આવતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં રહેતા પુજારા અને રહાણેને રણજી ટ્રોફી રમવા ટકોર કરવામાં આવી છે. આ અનુભવી ખેલાડીને શ્રીલંકા સિરીઝમાં પસંદગી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે હવે આ બંને ખેલાડીએ રણજીમાં શાનદાર પ્રદર્શન દાખવી ફરીથી ટીમમાં કમબેક કરવું પડશે
ઈશાંત શર્મા અને ઋદ્ધિમાન સાહાને પણ શ્રીલંકા સિરીઝમાં તક અપાઈ નથી. જેથી કરીને રોહિતનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્લાન પણ સ્પષ્ટ થઈ ગયો છે. તેણે વિકેટકીપર તરીકે કે.એસ.ભરત અને ઈશાંતના સ્થાને યુવા બોલરને તક આપવાની પહેલ કરી દીધી છે.