સંત સવૈયાનાજીનો ગોખ ભાજપને કેમ યાદ આવ્યો !
નરસિહ પટેલે આટકોટના હોસ્પિટલ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો પાટીદારોને કર્યો આહ્વાન
ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી ગંગારામભાઈ સોલંકીજીના બે દિવસીય પ્રવાસ અંતર્ગત આજે દ્વિતીય દિવસે ભાજપા, કર્ણાવતી મહાનગર, અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજ રોજ નગરદેવી ભદ્રકાળી માઁ નાં સાનિધ્યમાં અને કર્ણાવતી મહાનગરની ધરોહર એવાં ભદ્રનાં કિલ્લામાં હિન્દુ ધર્મનાં આસ્થાનું કેન્દ્ર સંત સવૈયાનાથજી (સવગણદાદા)નાં ગોખલામાં દીપ પ્રાગટ્ય અને કોઠીનું પૂજન કરવામાં આવ્યું.
ગૌરવવંતા ઈતિહાસ પ્રમાણે ૩૦૦ વર્ષ પહેલાં અંગ્રેજ અમલદારે સંત સવૈયાનાથજીને પકડી આ ભદ્રનાં કિલ્લામાં નજરકેદ કરી તેમની પરિક્ષારૂપે એક કોઠીમાં રેતી અને બીજી કોઠીમાં કાંકરા ભરી સવગણદાદાને પડકાર ફેંકી કહ્યું કે જો તમે સાચા ભક્ત હોય તો કહો આ બંને કોઠીમાં શુ છે? ત્યારે દાદાએ ભજન કરતાં કરતાં કહ્યું કે એક કોઠીમાં મોરસ છે અને બીજી કોઠીમાં સાકર છે અને તે પ્રમાણે તપાસ કરતાં ખરેખર કોઠીમાંથી રેતી અને કાંકરાનાં બદલે મોરસ અને સાકર નીકળી આ ચમત્કાર જોઈ અંગ્રેજ અમલદાર સંત સવૈયાનાથજીનાં ચરણે પડી ગયો અને કરગરી માફી માંગી તેમને સન્માન સાથે તેમનાં વતન ઝાંઝરકા મુકામે પરત કર્યા સાથે સાથે આ બે કોઠી સાથે તેમની યાદગીરીરૂપે ભદ્રનાં કિલ્લામાં ગોખલો નિશ્ચિત કરી તેમાં દીપ પ્રાકટ્ય કરવામાં આવેલ હતું.
હવે, આ ગોખલામાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ દીવો કરવાનું બંધ હતું તે કર્ણાવતી મહાનગર અનુસુચિત જાતિ મોરચા દ્વારા દીવાનાં પ્રાગટ્ય કાર્યક્રમમાં મહાનગરના મોરચાના પ્રમુખ ભદ્રેશ ભાઈ મકવાણાની સાથે પ્રદેશ પ્રભારીશ્રી ગંગારામભાઈ સોલંકીજી, શહેર મહામંત્રી. જગદીશભાઈ કોરડીયા, શહેર મહામંત્રી. વિજયભાઈ સોલંકી, શહેર હોદ્દેદારશ્રીઓ, શહેર પ્રભારીશ્રીઓ, વિવિધ સેલનાં કન્વીનરઓ – સહ કન્વીનરશ્રીઓ – સભ્યઓ, વોર્ડનાં હોદ્દેદારશ્રીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં અને સૌએ પૂજન કરી સંત સવૈયાનાથજીની આરતી કરવામાં આવી હતી.
હાલ શહેર ભાજપમાં ચર્ચા છેકે આ મહત્વપુર્ણ કાર્યક્રમમાં રાજ્ય સભાના પુર્વ સાસંદ અને ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડિયા ગેર, શહેરના નગરપતિ કિરીટ ભાઇ પરમાર, અમદાવાદ પશ્ચિમના સાસંદ ડો કિરીટ સોલંકી, અને સામાજીક ન્યાય બાબતોના પ્રધાન
પ્રદીપ ભાઇ પરમારની ગેર હાજરી આખે ઉડીને વળગે તેવી હતી, શુ જોણી જોઇને તેમને હાજર નહતો રખાયા કે પછી નિશ્ચિત વ્યક્તિઓ આ કાર્યક્રમનો જશ ખાંટવા માંગતા હતા, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોઇ રાજકીય આગેવાને
કાર્યક્રમ થકી પોતાની ટિકીટો કન્ફર્મ કરાવવા માંગતા હતા, જેથી હરિફોને આ કાર્યક્રમથી દુર રાખીને કાર્યક્રમનો યશ એકલા લેવા માંગતા હતા,