થોડા સમય પહેલા સ્માર્ટફોનને ખોલીને તેની બેટરી અલગ કરી શકાતી હતી અને ઘણા લોકો એવા હતા કે, જેઓ પોતાની સાથે એક એક્સ્ટ્રા બેટરી પણ રાખતા હતા. જેવી એક બેટરી પુરી થઇ કે તરત જ બીજી બેટરી ચડાવી દેવાની. જેના કારણે બજારમાં બેટરી તથા બેટરી ચાર્જ કરવાના ખાસ પ્રકારના ચાર્જરની ખાસ ડિમાન્ડ પણ રહેતી હતી. જો કે, હવે સ્માર્ટફોનની ડિઝાઇન સંપૂર્ણ બદલાઇ ગઇ છે. હવે જેટલા પણ સ્માર્ટફોન આવે છે તે પેક હોય છે અને બેટરી પણ તેમાં ફિક્સ હોય છે. તેમને ખોલી શકાતા નથી અને સરવાળે તેમની બેટરીને કાઢી શકાતી નથી. ત્યારે શું તમને ખ્યાલ છે કે સ્માર્ટફોનમાં ધીરે-ધીરે રિમૂવેબલ બેટરી આવતી કેમ બંધ થઇ ગઇ? ઘણા ઓછા લોકો હશે કે, જેમને આ વાતનો ખ્યાલ હશે. તો આવો જાણીએ કે સ્માર્ટફોનમાં હવે રિમૂવેબલ બેટરી કેમ નથી આવતી?
સ્માર્ટફોનને સ્લિમ કરવા માટે
સ્લિમ ફોન હવે લોકોની પહેલી પસંદ બન્યા છે જેને ધ્યાનમાં રાખીને તમામ મોબાઇલ કંપનીઓએ નોન રિમૂવેબલ બેટરીવાળા સ્માર્ટફોન બનાવવાનું શરુ કરી દીધું. જેના કારણે ઓટોમટિક મોબાઇલ ફોન પતલા થઇ ગયા અને તેને પોકેટમાં રાખવામાં પણ સરળ બન્યા.
મોબાઇલને વોટરપ્રૂફ બનાવવા માટે
વર્તમાન સમયે માર્કેટમાં વોટરપ્રૂફ મોબાઇલ ફોનની ડિમાન્ડ છે. ત્યારે જો ફોનમાં રિમૂવેબલ બેટરી હશે, તો તેને વોટરપ્રૂફ ના બનાવી શકાય. કારણ કે, જો ફોનની બેટરી કાઢી શકાય તો તેનું પેકિંગ બરાબર ના થાય. તેની સામે બેટરી ફિક્સ હશે તો તેનું પેકિંગ બરાબર થઇ શકશે અને પાણી અંદર નહીં ઘૂસે.
લોકોની સુરક્ષા માટે
સૌથી ખાસ અને મહત્વની વાત એ છે કે, ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોનમાં નોન રિમૂવેબલ બેટરી લગાવવામાં આવી રહી છે. વારંવાર બેટરી નિકળવાનું બંધ થશે તો શોટ સર્કિટ કે પછી ફોન ક્રેશ થવાનું જોખમ પણ ઘટી જાય છે. આ સિવાય બેટરી ફૂલી જવાની સમસ્યા પણ નહીં રહે.
બેટરી લાઇફ વધારવા માટે
સ્માર્ટફોનમાં પહેલા જે રિમૂવેબલ બેટરી આવતી, જેના ટૂબંક સમયમાં ખરાબ થઇ જવાની કે ફૂલી જવાની સમસ્યા રહેતી. જ્યારે નોન રિમૂવેબલ બેટરી લાંબા સમય સુધી ચાલે છે. મોટાભાગના કિસ્સામાં તો બેટરીને કશું જ નથી થતું. એક જ ચાર્જર અને ટાઇમ ટુ ટાઇમ ચાર્જ કરવામાં આવે તો બેટરી સારી જ રહે છે.