પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ અને યજમાન ભારત કોકાતાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી T-20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ માં પણ ભારતે 17 રને વેસ્ટ ઇન્ડીઝ ને રગદોળી વિજય પતાકા લહેરાવી ‘ક્લીન સ્વીપ’ કર્યો છે. ભારતે આ T-20ની સીરીઝ પર સળંગ બે મેચ જીતીને કબજો તો કરી જ લીધો છે અને અંતિમ અને ભારત માટે ઔપચારિક મેચ પણ ભારતે જીતી લીધી હતી. યાદ રહે કે, આ અગાઉ ત્રણ એક દિવસીય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી તેના પર પણ ભારતે કબજો જમાવ્યો હતો. ત્યારબાદ કોલકાતામાં ત્રણ T-20 મેચની સીરીઝની આ અંતિમ મેચ હતી. આજની મેચમાં જીત સાથે ભારતીય ટીમ ICC T20 રેન્કિંગમાં નંબર-1 રહી છે.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરાઈ હતી જેમાં ભારતે 184 રન પ્રવાસી ટીમને ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્ય કુમાર યાદવે 65 કર્યા હતા .તો વેંકટેશ ઐયરે 35 ,ઇશાન કિશને 34 રન કર્યા હતા.
જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી નિકોલસ પૂરને 61 અને પોવેલ 25, શેફર્ડ 29 સિવાય કોઈ જ ભારતીય બોલર્સની ઝીંક ઝીલી શક્યું નહતું. ભારત તરફથી હર્ષલ પટેલને 3 ઠાકુરને 2, દીપક ચહેર ને 2 અને વેંકટેશ ઐયરને 2 વિકેટ મળી હતી.