એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ
વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીના આદેશને પણ એસટીના ચાર વગદાર અધિકારીઓ ઘોળીને પી ગયા છે તેવા આરોપો લગાવતો પત્ર ફરતો થયો છે
પત્રમા આરોપ લગાવાયો છે કે નાના કર્મચારીઓને બદલી કરાય તો તાત્કાલિક છુટા કરી દેવાય છે,,તો ચાર અધિકારીઓનો મોહ કેમ છુટતો નથી,
તેઓ કેમ અત્યારે અમદાવાદમાં જ છે,,,શુ તેઓ ટ્રાન્સફર અટકાવવા માટે પોતાના રાજકીય આકાઓની શરણમાં છે,, તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
એમ જી નાગોરી નામના વ્યક્તિએ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી પુર્ણેશ ભાઇ મોદી અને એસ ટી વિભાગના એમ ડી એમ એ ગાંધીને પત્ર લખ્યો છે કે
નિગમમાં વર્ગ 3/4 કક્ષાના કર્મચારીઓના બદલીના હુકમ થતા જ તેમને ત્વરિત છુટા કરી દેવાય છે, અને ફરજના સ્થળ ઉપર થવા ફરજ પડાતી હોય છે
અને જો કર્મચારી હાજર ન હોય તો તેઓને આરપીએડીથી જાણ કરાય છે, તે સિવાય નોટીસ બોર્ડ પર હુકમની બજવણી અમલ કરાય છે,, ત્યારે નિયમ બનાવનારા
અધિકારીઓ ખુદ નિયમનો ભંગ કરી રહ્યા છે,
ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !
એમ જી નાગોરીના પત્ર પ્રમાણે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીના આદેશથી સાત અધિકારીઓની બદલી કરાઇ હતી,, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે
જાહેર હીતમાં બદલીઓ કરાઇ છે, અને બદલીના આદેશની અમલવારી તાત્કાલિક કરાવવા ફરમાન અપાયુ હતું, જો કે તેમ છતાં આ ચાર અધિકારીઓ
આર ડી ગલ્ચર, એ કે પરમાર, ડી એ જેઠવા , અને રવિ જે નિર્મલ બદલીના હુકમ થયા છતાં હાજર થયા નથી, આરોપ લગાવાયો છેકે આ ચાર
અધિકારીઓ બદલીનો હુકમ રદ્દ કરાવવા હવાતિયા મારી રહ્યા છે, ત્યારે એમડીના આદેશનુ પાલન નહી કરનાર ચારેય અધિકારીઓન સસ્પેન્ડ કરી
ખાતાકીય કાર્યવાહી કરવાની એમ જી નાગોરીએ માંગ કરી છે,
બુલડોઝર જોઇને યુવકે કહ્યુ પ્લીઝ આવુ ના કરો હુ ભાજપાનો વોટર છું
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી