By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ધોરણ 12 સાયન્સના પરિણામોમાં દિકરીઓએ મારી બાજી-દિકરાઓ રહ્યા પાછળ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ધોરણ 12 સાયન્સના પરિણામોમાં દિકરીઓએ મારી બાજી-દિકરાઓ રહ્યા પાછળ
અમદાવાદગાંધીનગરગુજરાત

ધોરણ 12 સાયન્સના પરિણામોમાં દિકરીઓએ મારી બાજી-દિકરાઓ રહ્યા પાછળ

Web Editor Panchat
Last updated: May 12, 2022 4:38 pm
Web Editor Panchat Published May 12, 2022
Share
SHARE

ધોરણ 12 સાયન્સના પરિણામોમાં દિકરીઓએ મારી બાજી-દિકરાઓ રહ્યા પાછળ

વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ

ગાંધીનગરમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષાનું
પરિણામ જાહેર કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
…..

……
:: પરિણામના મહત્વના અંશો : :
 ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય
 ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ
 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર
 રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ
 રાજ્યમાં સૌથી વધુ ૯૬.૧૨ ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ
 ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૬૪ શાળાઓ
 વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ
 ગુજકેટ-૨૦૨૨ પરીક્ષામાં ૯૯થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૩૮૫ અને B ગ્રુપમાં ૬૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ
…….
માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કુલ ૭૨.૦૨ ટકા પરિણામ જાહેર થયું છે. આ પૈકી વિદ્યાર્થિનીઓનું ૭૨.૦૫ ટકા જયારે વિદ્યાર્થીઓનું ૭૨ ટકા પરિણામ આવ્યું છે. આ પ્રસંગે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું.
મંત્રીશ્રી કહ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરતાં હોય છે. આ સર્વેની સંયુક્ત મહેનત-પરીશ્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવનની એકમાત્ર અને છેલ્લી પરીક્ષા નથી હતી. તેમાં અસફળ વિદ્યાર્થીઓ પણ જીવનના અન્ય અનેક ક્ષેત્રોમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય એવા અનેક હકારાત્મક ઉદાહરણ આપણી વચ્ચે છે તેમ જણાવી અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા મંત્રીશ્રીએ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ પરિણામની વિગતો આપતાં કહ્યું હતુ કે, ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની પરીક્ષાઓ લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. માર્ચ-૨૦૨૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૪૦ કેન્દ્રો ઉપર ૧,૦૭,૬૬૩ પરીક્ષાર્થી નોંધાયા હતાં. તે પૈકી ૧,૦૬,૩૪૭ પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૯૫,૭૧૫ હતા જેમાંથી ૯૫,૩૬૧એ પરીક્ષા આપી હતી. તે પૈકી કુલ ૬૮,૬૮૧ પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યાં છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ, જ્યારે સૌથી ઓછું ૪૦.૧૯ ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ૯૬.૧૨ ટકા સાથે લાઠી કેન્દ્ર પ્રથમ તેમજ સૌથી ઓછું ૩૩.૩૩ ટકા પરિણામ લીમખેડા કેન્દ્રમાં આવ્યું છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૬૪ શાળાઓ જ્યારે ૧૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી ૬૧ શાળાઓનો સમાવેશ થાય છે. A1 ગ્રેડ સાથે ૧૯૬ વિદ્યાર્થીઓ જયારે A2 ગ્રેડ સાથે ૩,૩૦૩ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમનું ૭૨.૫૭ ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું ૭૨.૦૪ ટકા પરિણામ આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી વાઘાણીએ ગુજકેટ-૨૦૨૨ પરીક્ષાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૯૯થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૩૮૫ અને B ગ્રુપમાં ૬૮૪ વિદ્યાર્થીઓ જ્યારે ૯૮થી વધુ પર્સન્ટાઈલ સાથે A ગ્રુપમાં ૭૮૪ અને B ગ્રુપમાં ૧,૩૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે

You Might Also Like

બીએસએફનો જવાન વિવેક રાવલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ ના ઉમેદવાર શશી થરૂર પ્રચાર અર્થે ગુજરાતમાં

ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા

ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીમાં

TAGGED:GIRLGSEBRESULTscience
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?