ગાંધીનગરથી રાજકોટને ડર કેમ લાગ્યો !
મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
કોઇ પ્રતિસ્પર્ધામાં તમારો પ્રતિસ્પર્ધક ન આવે તો શુ થાય, સ્વાભાવિક છે કે તમે કોઇ પણ વિધ્ન વગર વિજેતા બની જાવ અને રાજીના રેડ થઇ જાવ છો
આવી જ ઘટના બની છે સુરતમાં,, જ્યાં ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટ દરમિયાન ગાંધીનગર મેયર ઇલેવનની પ્રથમ મેચ દરમિયાન રાજકોટની ટીમ
ક્રિકેટ રમવા પહોચી જ નહી,, અને ગાંધીનરગ મેયર ઇલેવન ટીમ વિજેતા થઇને સેમિ ફાઇનલમાં પહોચી ગઇ
સુરતમાં ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટ ક્રિકેટનુ આયોજન કરાયુ,જેમાં સુરત ઉપરાંત રાજકોટ,વડોદરા, જામનગર ભાવનગર, જુનાગઢ ગાંધીનગર અને અમદાવાદ
મહાનગર પાલિકાને આમંત્રણ અપાયુ હતું, તમામના કન્ફરમેશન બાદ 12 તારીખથી લઇને 14 મે દરમિયાન ક્રિકેટનુ આયોજન કરાયુ,
જેમાં છ મેચનુ આયોજન કરાયુ જેમાં પ્રથમ મેચ પછી સીધા સેમિફાઇનલ અને ફાઇનલ તેવી રીતે શિડ્યુલ ગોઠવી દેવાઇ,
વિવિધ ટીમો તો ક્રીકેટ રમી,, ત્યારે વારો આવ્યો ગાંધીનગર મેયર ઇલેવનનો,, પણ તેમની સામે હરિફ ટીમ રાજકોટ મહાનગર પાલિકાની હતી,
તેઓ આવ્યા જ નહી, એટલે કે ગાંધીનગરની મેયર ઇલેવન ટીમ મેચ રમ્યા વગર જીતી ગઇ,, આમ રાજકોટની ટીમ કયા કારણોસર ન આવી
તેને લઇને ચર્ચા છે, ત્યારે સુરતમાં ચર્ચા છેકે ગાંધીનગરની સામે તો ભલ ભલા ન ટકે તો રાજકોટની શુ બિસાત છે,, એટલે જ રાજકોટની ટીમ
ડરીને નહી આવી હોય,, આમ જે ટીમો ત્યાં આવી છે તમામમાં ચર્ચા છે, કે રાજકોટની ટીમે કેમ આવુ કરવુ પડ્યું, હશે,,
ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !
રાજકોટવાસીઓ માટે ગાંધીનગર એટલે દિલ્હી દુર છેનો અનુભવ
ચર્ચા છે કે જ્યારે વિજય ભાઇ રુપાણી સીએમ હતા ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકોટનો દબદબો હતો,, પણ જ્યારથી સીએમ પદે થી હટાવાયા છે
ત્યારથી રાજકોટવાસીઓને ગાંધીનગરમાં નિરાશા સાંપડે છે, વિજય ભાઇ હતા ત્યારે તમામને ગાંધીનગર અને રાજકોટમાં ફરક નહોતો લગાતો
ત્યારે હવે લાગે છે કે ગાંધીનગર દિલ્હીની જેમ દુર છે, તેમને પારકાપણનું અહેસાસ થાય છે,
કેજરીવાલે રાજકોટની ટીમને સુરત જતા અટકાવી !
ચર્ચા છેકે રાજકોટની ટીમને અરવિંદ કેજરીવાલે રોકી દીધી હશે,,કારણ કે રાજકોટમાં આપની મહારેલી હતી,જેમાં અરવિંદ કેજરીવાલે ભાષણ કર્યુ હતું
ત્યારે કહેવાઇ રહ્યુ છેકે કેજરીવાલની વ્યવસ્થા જોવા માટે રાજકોટની ટીમ સુરત ક્રીકેટ રમવા પહોચી શકી ન હતી,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ