ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટના પરિણામની તારીખ જાહેર : આ રીતે જોઇ સકસો પરિણામો
ગુજરાતમાં માર્ચ-એપ્રિલ 2022માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ આવતીકાલે જાહેર થશે. શિક્ષણ વિભાગે આપેલ માહિતી અનુસાર વર્ષ 2022 માટેના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવતીકાલે 11મી મેના રોજ જાહેર થશે.
આ સિવાય 12મી મે ના રોજ ગુજકેટ-૨૦૨૨નું પણ પરિણામ જાહેર કરવાની જાહેરાત શિક્ષણતત્રએ કરી છે.ગુરૂવારે સવારે ૧૦:૦૦ કલાકે પરિણામો ઓનલાઈન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.