ઉનાળામા્ં દહી સેવનથી થાય અને અનેક ફાયદા- જાણીને થશે આશ્ચર્ય
દહીં સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારક ચીજ છે. દહીંમાં રહેલા કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન શરીર માટે ખૂબ જરૂરી હોય છે. જોવામાં આવે છે કે કેટલાક લોકો શિયાળામાં તો રોજ ચા પીવે છે, પરંતુ ગરમીમાં પણ તેઓ વધારે ચા પીવાનું પસંદ કરે છે, વધારે ચા પીવાથી ખાસ કરીને ઉનાળાના દિવસોમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ગરમીમાં તમારે દહીં, છાશ અને અન્ય ઠંડી તાસીર વાળી ચીજોનું સેવન કરવું જોઈએ, જેથી ઉનાળાના આકરા તાપ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. ગરમીમાં દહીં ખાવાથી અનેક લાભ થાય છે તો આવો જાણીએ તેના વિશે.
લૂ થી બચાવ
જે લોકો તડકામાં વધારે બહાર જાય છે તેમને ખાલી પેટે દહીંનું સેવન કરવું જોઇએ તેનાથી શરીર સૂરજના આકરા તાપથી લડવા માટે સક્ષમ બની જાય છે. સાથે જ લું થી પણ તમારો બચાવ કરશે. બપોરના ભોજન સાથે દહીં માંથી બનાવેલી છાશનું સેવન જરૂર કરવું જોઈએ. છાશમાં અજમા પાઉડર અને કાળીજીરી નાખીને પીવાથી લાભ કારક રહે છે.
કેલ્શિયમની ઉણપ નિવારે છે
શિયાળામાં દહીં ખાવું શક્ય નથી હોતો એવામાં શરીરમાં કેલ્શિયમની ઉણપથી જાળવી રાખવા માટે ગરમી માં દહીંનો ખૂબ સેવન કરવું જોઈએ. સવારે ખાલી પેટે અને બપોરે ખોરાકમાં સાથે દહીં જરૂર લેવું જોઈએ રાત્રે દહીં ખાઓ તેનાથી શરીરને નુકસાન થાય છે.
ભૂખ વધારવામાં મદદરૂપ
દહીં ખાવાથી વ્યક્તિ ની પાચન શક્તિ સક્રિય થઇ જશે ગરમીઓમાં કેટલાક દિવસો ભૂખ ઓછી લાગે છે્ એમાં દહીંનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને સાથોસાથ ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે.
મોમાં ચાંદા
કેટલાક લોકોના પેટમાં ગરમીના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે, તેના માટે રોજ એક કે બે ગ્લાસ દહીંની લસ્સી બનાવીને પીવો જરૂરી છે.
છાતીમાં બળતરા દૂર કરે
કેટલાક લોકોને છાતીમાં બળતરાની સમસ્યા ઘણી વખત જોવા મળે છે. એવામાં ખાલી પેટે એક કટોરી દહી શેકેલું જીરું મેળવી અને ખાવાથી છાતીની બળતરા શાંત થઈ જાય છે.
ત્વચા માટે લાભકારક
મધની સાથે દહીં ખાવાથી તમારી ત્વચામાં ચમક આવે છે ગરમીમાં તડકાના કારણે સનટૈન અને અન્ય સ્કીન પ્રોબ્લેમ થઈ જાય છે, ત્યારે ગરમીમાં ચહેરાની રંગત થોડી ઝાંખી પડી જાય છે એવામાં એક ચમચી ચણાના લોટમાં દહીં ભેળવીને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ચહેરા પર લગાવો તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બનાવે છે.