crime
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ
શુ સંજય શ્રીવાસ્તવની પોલીસ તોડ કરવામાં બેફામ બની છે !
મણીનગરમાં પોલીસના બે કર્મચારીઓ ઉપર તોડ કરવાનો આરોપ
સમાન્ય લોકોને તો પોલીસ ગાજર મુળા સમજે જ છે, પણ હવે ઉદ્યોગપતિઓના ઘરમાં ઘુસીને પણ પોલીસ કર્મચારીઓ ઘાડ પાડી રહ્યા છે, ઘટના મણીનગર વિસ્તારની છે
અને ભોગ બનનાર પરિવાર શ્રીજી મધના માલિક અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રતિષ્ઠિત હરિભક્ત હિમાંશુ ભાઇ પટેલનો છે, જ્યાં પોલીસના બે કર્મચારીઓ
પહોચ્યા અને સાઢા ચાર લાખ રુપિયાનો તોડ કર્યો,, મહત્વની વાત એ છે રાજ્ય સરકાર સુધી પહોચ્યો છે,, જેથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે જે સંજય શ્રીવાસ્તવ અમદાવાદ
કમિશ્નર છે તેમનાથી અમદાવાદ સચવાતું નથી તો તેઓ ડીજીપી બનશે તો ગુજરાતના શુ હાલ થશે,,
અમદાવાદના મણિનગર આવકાર હોલ પાસે આવેલ કુંભનાથ સોસાયટીમાં રહેતો પરિવાર ગુજરાત પોલીસના ઘાડથી પરેશાન છે, પોલીસના ડરથી આ પરિવાર થર થર કાંપી રહ્યો છે
પરિવારના મોભી હિમાંશુ ભાઇ પટેલ જ્યારે પણ પોલીસ કર્મચારીઓના અમાનુષિ વર્તનનો ચિતાર આપે છે તો તેઓ રડી પડે છે,, તેમના વયો વૃધ્ધ બા માનસિક આધાતમાં છે
અને જ્યારે પણ કોઇ બારણું ખખડાવે છે ત્યારે તેઓ ડરી જાય છે, હિમાંશુ ભાઇ પટેલનો સમગ્ર પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, કારણ છે ગુજરાત પોલીસના બે પરાક્રમી
કર્મચારીઓનો અત્યાચાર..
સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ
હિમાંશુભાઇ પટેલ શ્રીજી મધના માલિક છે, તેમનો આરોપ છે કે બીજી મેના રાત્રે આઠ વાગ્યે બે લોકો સાદા ડ્રેસમાં તેમના નિવાસ સ્થાને કુભનાથ સોસાયટીમાં પહોચ્યા, દરવાજો ખખડાવ્યો
અને ઘુસતાની સાથે જ ધમકીના સુરમાં કહ્યુ કે તમારા ઘરમાં દારુ છે,,પરિવારે કહ્યુ કે અમે સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભક્ત છીએ,, સ્વામીનારાયણ સંપ્રદાય માં દારુ પીવે તેને સંત્સંગી ન ગણાય,
અમે દારુ પીવા વાળા સાથે સંબધ પણ રાખતા નથી, છતાં બન્ને ડી સ્ટાફના કોન્સ્ટેબલો જડની જેમ વળગી રહ્યા, અમે ડી સ્ટાફમાં છીએ,,પિયુષ પરમાર અને કુલદિપ સિહ ઝાલા કહ્યુ કે અમને બાતમી મળી છે,, તમે તમારા ઘરમાં દારુ છુપાવ્યો છે, તમે ઘરમાં દારુનો વેચાણ કરો છો,
તમે નિયમિત દારુ પિવો છો, ઘરની મહિલાઓ સામે મા બહેનની ગાળો આપી, ત્યાં સુધી કહ્યુ કે વશમાં નહી થાવ તો તમારી ઘરની મહિલાઓને પણ પોલીસ સ્ટેશને ઢસડીને લઇ જઇશુ, તેઓ ઘરમાં કબાટથી લઇને દરેક વસ્તુઓ તપાસી જોઇ, પણ તેમને
કઇ ન મળ્યુ, પણ એક કોસ્ટેબલે ઘરનો દરવાજો બંધ કરીને પોતાનુ શર્ટનુ બટન તોડી નાખ્યો અને ક્હ્યુ કે તમે પોલીસના કામ કાજમાં બાધક બન્યા છો જેથી તમારા ઉપર કેસ થશે, ,અમે મોબાઇલથી વિડિયો રેકોર્ડીંગ કરતા હતા ત્યારે અમને ધમકી આપી કે
તમે પોલીસની કામગીરીમાં બાધક બની રહ્યા છો. તમારી જીંદગી બર્બાદ કરી દઇશું બે દિવસ ઇદનો તહેવાર એવા ફીટ કરીશુ કે તમને જામીન પણ નહી મળે,,છુટી બતાવજો,, આવી ધમકીના સ્વરમાં કુલદીપ અને પિયુષે કહ્યુ હતું,
આબન્ને કોન્સ્ટેબલોએ તમામ સોસાયટીની સામે અમારુ આબરુ લીધેલ અને પોલીસ સ્ટેશન પણ જીપમાં બેસાડીને લઇ ગયા હતા, પી આઇ હાજર ન હતા, ડી સ્ટાફના કોમ્પ્યુટર ઉપર ફરિયાદ લખવાનુ નાટક કર્યું . અને કેસ નહી કરવા માટે
રુ 10 લાખની માંગણી કરી,, પણ તાત્કાલિક આટલી મોટી રકમ ક્યાંથી લાવીશું તો તેઓએ કહ્યુ કેટલા છે તમારી પાસે,, જેટલા હોય તેટલા આપી દો, ત્યારે અમે અમારા ઘરના રિનોવેશન માટે રાખેલા સાઢા ચાર લાખ રુપિયા આપી દીધા,, મહત્વની વાત
એ છેકે અમારી પાસે બળ જબરી પુર્વક અને દાદાગિરીથી મણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇના ખાસ એવા ડી સ્ટાફના બન્ને કોન્સ્ટેબલોએ ધમકી સ્વરમાં કહ્યુ કે બહાર જઇને તમારી અને તમારા પરિવાર સાથે જે ઘટના બની છે કોઇને કહેતા નહી
નહી તો ક્યાંય ના નહી રહો,, એટલે અમારે ના છુટકે તેમના કહેવા મુજબ લખી આપવા પડ્યું કે પોલીસે અમારી સાથે કોઇ ગેરવર્તુક કરી નથી,
ગૌરાંગ પટેલની માનીએ તો તેમના માટો ભાઇ ચંદ્રેશ પટેલને ગેર કાયદે રીતે પોલીસે ગોંધી રાખ્યા,, અને અપહરણ કર્યુ,, સાથે સીસીટીવી હોવાથી ડીવીઆર પણ તોડી નાખવામાં આવ્યા,,જેથી તેમના વિરુધ્ધ અપહરણ ,ખંડણી, પોલીસ ડાયરીનો દુરુપયોગ
કરવા મામલે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે, બીજી થી ત્રીજી મેના ના રોજના કોલ ડેટા , વોટ્સકોલની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે, આવા ક્રિમીનલ માઇન્ડ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે સખત કર્યવાહી સરકારે
કરવી જોઇએ,,
તેમના પરિવારે હાલ આ બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, હર્ષ સંધવીએ તેમને ન્યાય અપાવવા બાબતે ખાતરી આપે છે, અને જવાબદાર કોન્ટેબલો સામે પગલા ભરવાની ખાતરી આપી છે,
આ પરિવારે આના માટે રાજ્યના પોલીસ વડા ને પણ રજુઆત કરી છે,, અને માંગ કરી છે કે આ તપાસ મણીનગર પીઆઇના બદલે અલગ એજન્સીને આપવામા આવે,,
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
મણીનગર પોલીસ સ્ટેશન બની ગયો છે તોડનો અડ્ડો !
પીઆઇ ડીબી ગોહિલની સરખેજ પોલીસ સ્ટેશનથી મણીનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્ફર કરાયા બાદ તેમના ખાસ મનાતા કોન્સ્ટેબલ કુલદીપસિહ ઝાલાને પણ તેઓ મણિનગર લઇ આવ્યા,,
અને તેમની મણીનગરમાં વ્યવસ્થાની જવાબદારી સોપી, આમ તો પોલીસમાં વહીવટદાર નામની કોઇ પોસ્ટ નથી, જો કે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલને વહીવટની જવાબદારી
સોપાઇ હોવાનુ કહેવાય છે, જેમાં પિષુય પરમાર કુલદિપસિહ ઝાલા અને સોલાના એક કોન્સ્ટેબલ ચિરાગ ચુડાસ્મા, વેજલપુરનો પ્રવિણસિહનો પણ સમાવેશ થાય છે, તેઓ પોતાના પોલીસ સ્ટેશનન કરતા મણીનગર પોલીસ
સ્ટેશનને વધુ સહાયકરુપ બનતા હોય છે, જે માટો ભાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં થતી ફરિયાદોનો નિકાલ અને
એ વિસ્તારમાં ચાલતા અસમાજિક પ્રવૃતી સાથે સંકડાયેલા લોકો સાથે સંપર્ક રાખે છે,અને તેમની વ્યવસ્થા જોતા હોય છે, સુત્રોની માનીએ તો થોડા દિવસ પહેલા મણીનગર સિંધી નગર
સિંધી માર્કેટના એક વેપારી પાસેથી પણ 15 લાખનો તોડ થયો હોવાનુ સમગ્ર મણીનગરના વેપારી આલમમાં ચર્ચા છે,
ચર્ચા તો ત્યાં સુધી છે કે આ તમામ કોન્સ્ટેબલ ચાર રસ્તા ઉભા રહીને વાહન ચેકિંગના બહાને તમામના મોબાઇલ ફોન ચેક કરે છે,,તેમના કેવા પ્રકારની એપ્લીકેશન છે,, તેમના વ્યક્તિગત ફોટોઓ જોવે,અને ખોટી રીતે
તેમને ફીટ કરવાની ધમકી આપે છે,અને ડીસ્ટાફના રિમાન્ડ રુમમા લઇ જાય છે,અને ડરામણો માહોલ ઉભો કરે છે, અને વેપારીઓ આવા પ્રકારના માહોલ સામે વશ જાય છે,, આ ત્રણ વહીવટદારોના ડીમાન્ડ મુજબ
નાણાં આપવા તૈયાર થઇ જાય છે, તેવી સમગ્ર મણીનગરમાં ચર્ચા છે,
ગુજરાત પોલીસના ડીજીપીના રેસમાં કેટલા નામ !
અમદાવાદના પોલીસ કમિશ્નર એકદમ સજ્જન સરળ અને ઇમાનદાર છે, પણ તેમના તાબામાં આવેલી પોલીસ તેમના કાબુમાં નથી તેમ જણાય છે, થોડા સમય પહેલા પણ એક પીઆઇ કક્ષાના અધિકારીનો દોઢ કરોડનો તોડ કાંડ
ચર્ચામાં છે, જેના માટે પોલીસ કમિશ્રનરને ગાધીનગરના આટા ફેરા મારવા પડ્યા હતા, તો સાથે સ્ટેટ મોનિટરીંગ સેલ જે રીતે અમદાવાદમાં ઠેર ઠેર દારુ પકડીને અમદાવાદમાં પોલીસની નાક કાપી રહ્યુ છે.મહત્વની વાતએ છેકે
અમદાવાદ પોલીસ કમિશ્નરના સીધા તાબામાં પીસીબી નામની બ્રાન્ચ છે,,જે અમદાવાદ શહેરમાં કોઇ પણ સ્થળે ચાલતા દારુ જુગાર અને અસામાજીક પ્રવૃતિઓ ઉપર રેડ પાડી શકે છે, પણ અમદાવાદ શહેરના પોલિસ કમિશ્રનર
કે પોલીસ સ્ટેશનના પીઆઇને આવા આવા દારુ જુગારના અડ્ડા દેખાતા નથી, પણ જુનિયર કહી શકાય એવા સ્ટેટ મોનિટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાયને ગાંધીનગરથી આવા દારુ જુગારના અડ્ડા દેખાય છે, અને તેઓ ત્રાટકે છે
તેવા સંજોગોમાં અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ગુજરાતના પોલીસ વડા બનશે તો ગુજરાત કેવી રીતે સુરક્ષિત રહેશે,,તેવી ચર્ચાઓ ચાલી રહી છે, કે ગુજરાત મોડલ એ દેશનુ મોડલ છે, જેના નામ પર ભારતિય
જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરી દેશમાં સત્તા મેળવે છે ત્યારે અમદાવાદ નહી સાચવી શકનારા સંજય શ્રીવાસ્તવ પર ગુજરાત સરકાર ભરોસો મુકશે કે અન્ય કોઇ મજબુત વિકલ્પ પર વિચાર કરશે, કારણ કે તેમના સિવાય સીઆરપીએફના ફરજ બજાવતા
અતુલ કરવાલ,અનિલ પ્રથમ પણ ડીજીપીની રેસમાં છે,
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
crime
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે
crime
આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી ? મૃતક ની ચેટ વાયરલ થઇ ?

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?
મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?
અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.
જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.
crime
ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ