એએમસીના ભ્રષ્ટાચારી અઘિકારીઓ ને છાવર્તું વહીવટી તંત્ર -વિપક્ષના નેતાનો આરોપ
એએમસીના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલની સ્થિતિએ વિવિધ પ્રકારના ટેન્ડરોમાં ભાગ લેવા માટે ૯૨૮ કોન્ટ્રાક્ટરો નોંધાયેલા છે. છેલ્લાં ૧૭ વર્ષમાં ૧૧૨કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી એક પણ કિસ્સામાં એક પણ અધિકારી સામે કાર્યવાહી થઇ નથી. ૪૩ કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને કાયમી બ્લેકલિસ્ટ કરી દેવાયા છે જ્યારે ૬૯ કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ એવી છે કે જેઓને એક વર્ષથી માંડીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. તારીખ ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ની સ્થિતિએ ૪૦ કોન્ટ્રાક્ટરો એવા છે કે જેઓ ની સામે કરવામાં આવેલી બ્લેકલિસ્ટ ની મુદ્દત પૂર્ણ થઇ નથી.
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
અમદાવાદ શહેરના તમામ ઝોન પૈકી એક પણ ઝોન એવો નથી કે જેની કામગીરી માં કોઈ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા ન હોય. આ રીતે સેન્ટ્રલ વર્કશોપ, વોટર પ્રોજેક્ટ, સેન્ટ્રલ સ્ટોર્સ, હાઉસિંગ પ્રોજેક્ટ, એસ.ટી.પી, બ્રિજ પ્રોજેક્ટ, ગાર્ડન, વોટર પ્રોજેકટ સહિત એક પણ વિભાગ એવો નથી કે જ્યાં કોન્ટ્રાક્ટર અથવા કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી ન હોય. ૧૭ વર્ષમાં ૧૧૨ કોન્ટ્રાકટરો તથા કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા પડ્યા હોવા છતાં કોઈ અધિકારીની બેદરકારી સામે આવી નથી જે વાત હજમ થાય તેમ નથી. કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે છે પણ તેની પાછળ જવાબદાર અધિકારી સામે કોઇ કાર્યવાહી થતી નથી.
હાર્દીકે કેમ કહ્યુ છોકરાઓનુ બાપા સાંભળતા નથી એનો મતલબ એ નથી કે ઘરમાંથી કાઢી મુકે
ઉદાહરણ (૧) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૭ માં ૪૫૦ કરોડના રોડ તૂટવાનું કૌભાંડ સામે આવ્યું હતું અને ૧૦૦ કરોડના બિટુમીન ના ડુપ્લીકેટ બિલ બનાવવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું તેની સામે માંડ ૩ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. ૧) જે.આર. અગ્રવાલ ૨) જીપીસી ઇન્ફ્રા પ્રા.લી. ૩) આકાશ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિ. ને ૩ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા જોકે અન્ય ૪ કોન્ટ્રાક્ટરો સામે ગંભીર આરોપ હોવા છતાં તેઓને છોડી દેવાયા હતા માંડ તેઓની પાસેથી નામ પુરતી રિકવરી કરવામાં આવી હતી પરંતુ તેઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા ન હતા. સમગ્ર પ્રકરણમાં ૭ એડિશનલ ઇજનેર તથા ૮૪ થી વધુ અધિકારીઓ સામે પગલા લેવાયા નથી આ તપાસ ક્યારે પૂર્ણ થશે એ પણ મોટો સવાલ છે.
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવાને લઇને અધિકારીઓને આપી આ સલાહ
ઉદાહરણ (૨) ૨૦૧૫-૨૦ ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થાય તે પહેલા ની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. વાસણા વિસ્તારમાં આવેલ બે પમ્પિંગ સ્ટેશનના ૩ વર્ષ ઓપરેશન અને મેઇન્ટેનન્સ ની કામગીરી કરવાના ટેન્ડર મંજૂર કરાયા હતા જે પૈકી વાસણા પંપીંગ સ્ટેશન નું ૨.૧૦ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું અને બીજા ઔડા દ્વારા બનાવેલા પંપીંગ સ્ટેશન નું ૪.૬૬ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ બંને ટેન્ડર ભરીને ઇન્ટર્નલ ઈ મેક નામની કંપનીએ કામ મેળવ્યા હતા તેમાં આપણા દેશની ચલણી નોટો છાપતી મધ્યપ્રદેશની પેપરમીલ ના કામના અનુભવનું ખોટું સર્ટિફિકેટ મૂક્યું હોવાનું પ્રતિસ્પર્ધી કોન્ટ્રાક્ટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. એ બાબતે અધિકારીઓ દ્વારા તપાસ કરાતા તે સર્ટિફિકેટ બોગસ હોવાનું જણાવેલ છે જેથી તેનું એક ટેન્ડર રદ કરાયું હતું. આ કંપની સામે બે વર્ષ પહેલા બ્લેકલીસ્ટ કરવાની ફાઈલ ચાલી હતી પરંતુ આજદિન સુધી કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી નથી. આખી ફાઇલ બે વર્ષથી અભરાઈએ ચઢાવી દેવાઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તો તેના પ્રોપરાઇટર કમ કોન્ટ્રાક્ટર દ્વારા તરત જ બીજી કંપનીના નામે કામ મેળવવામાં આવે છે. આમ બ્લેકલિસ્ટ કાર્યવાહીનો કોઈ અર્થ સરતો નથી. હાલમાં પણ બ્લેક લિસ્ટ થયેલી કંપનીઓના માલિકો બીજી કંપનીના નામે કરોડો રૂપિયાના કામ મેળવી રહ્યા છે.
પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈજનેર સહિત અન્ય ખાતાઓમાં કામ કરતા અધિકારીઓ કેટલાક કોન્ટ્રાક્ટરો કે કંપનીઓને ફાયદો કરાવે છે અને નિવૃત્તિ પછી કંપનીમાં ભાગીદાર બની જાય છે. નિવૃત્તિ પહેલા કોન્ટ્રાક્ટર કે કંપનીઓનું લયઝનીન કરે છે પછી કંપનીના ભાગીદાર બની જાય છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલીયે એવી કંપનીઓ છે જેના ભાગીદાર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત અધિકારીઓ છે. જ્યારે નિવૃત્તિ પછી ભાગીદાર થવાનું હોય તો તેવા અધિકારીઓ કેવી રીતે પ્રમાણિકતાથી કામ કરતા હશે તે સૌથી મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નિવૃત્તિ બાદ ચોક્કસ સમયગાળા સુધી કોન્ટ્રાક્ટર તરીકે મ્યુનિસપિલ તંત્રમાં કામ નહીં કરી શકે તેઓ નિયમ બનાવવો પણ જરૂરી છે. આ બાબતે તાકીદે તપાસ કરી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી
પરિવારની ચારેય દિકરીઓ માનસિક દિવ્યાંગ છે-ઇશ્વર આવી પરિસ્થિતિ કોઇને ન આપે-મિત્તલ પટેલ