Connect with us

અમદાવાદ

ભગવાન પરશુરામના આશિર્વાદ કોને મળશે !

Published

on

પરશુરામના આશિર્વાદ કોને મળશે !

પરશુરામ જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર બ્રહ્મસમાજ દ્વારા રેલીઓ સભાઓ અને કાર્યક્રમોનુ આયોજન કરાયુ, પણ અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ
કરાયુ,, ત્યારે આ પ્રસંગે બ્રહ્મસમાજે શક્તિના દર્શન પણ કરાવ્યા,,ત્યારે સવાલ ઉઠે છે કે અમદાવાદમાં ભાજપના બ્રહ્મસમાજના અનેક સિનિયર આગેવાનો છે, જેઓ અમદાવાદના વિવિધ
બેઠકો ઉપર ચૂટણી લડવા થનગની રહ્યા છે.

એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી !

અમદાવાદના નવા વાડજ વ્યાસવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું . આ પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,
રાજયકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ,ભાજપ યુવા મોર્ચાના પુર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત ઠાકર,ચૈતન્ય શંભુ મહારાજ ગુજરાત ભાજપ મિડીયા સેલના કન્વીનર
યગ્નેશ દવે ઉપસ્થિત રહ્યા, મહત્વપુર્ણ વાત એ છે કે પ્રથમ વખત સરકારી ખર્ચે પરશુરામની મુર્તિની મુકીને બ્રહ્મ સમાજને ખુશ કરવાનો પ્રયત્ન થયો છે.

જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ !



બ્રહ્મ સમાજનો ભાજપમાં ઇતિહાસ

Advertisement

ગૌભક્ત શંભુ મહારાજ
પરમ ગૌભક્ત અને ભાજપ માટે હિન્દુત્વનો ચહેરો બનેલા શંભુ મહારાજ દ્વારા વર્ષ 1985માં ગુજરાતના મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના કાર્યકાળ દરમિયાન
અનામત વિરોધી આંદોલન થતા કોંગ્રેસની સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા યોજવા દેવા માટે મંજુરી ના આપતા તત્કાલિન
કોંગ્રેસ સરકારને તેમને પડકાર ફેક્ચો હતો, રાજ્ય સરકાર મંજુરી આપે કે ન આપે તેઓ ભગવાન જગન્નાથની યાત્રા યોજીને જ રહેશે, અને રથયાત્રા સરકારે પરવાનગી આપવી પડી

ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !

ભાજપના સંકટ મોચક રહ્યા અશોક ભટ્ટ
વર્ષ 1975માં અશોક ભટ્ટ ખાડીયા વિધાનસભામાં જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટાયા, તેઓ વર્ષ 1980 વર્ષ 1985, 1990,1995 વર્ષ 1998 અને 2002, 2007માં તેઓ સતત જીતતા રહ્યા.તેઓ અન્ન નાગરિક પુરવઠા પ્રધાન
આરોગ્ય પ્રધાન, શ્રમ રોજગાર પ્રધાન સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જીવન પર્યંત રહ્યા, ભાજપ માટે તેઓ સંકટ મોચક રહ્યા,,2010માં તેમનું મૃત્યુ થયું,તેમની ખાલી પડેલ બેઠક પર તેમના પુત્ર ભુષણ ભટ્ટને ભાજપે ટિકીટ આપી,,
તેઓ જીત્યા, વર્ષ 2012માં ભાજપે આ પરિવારને ફરી વાર તક આપી,, અને તેઓ
ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયા જંગના કારણે ખાડીયા જમાલપુર વિધાનસભા બેઠક જીત્યા,,વર્ષ 2017માં ભાજપે ત્રિજી વખત ભુષણ ભટ્ટને ટિકીટ આપી,,જો કે આ વખતે
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતા ભુષણ ભટ્ટની હાર થઇ,, એટલે કે આ બેઠક ઉપરથી ભટ્ટ પરિવારનો 42 વર્ષે હાર થઇ,,

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

હરિન પાઠકને છોટે બાજપેઇ તરીકે ઓળખાતા,

Advertisement

HARIN PATHAKહરિન પાઠક વર્ષ 1987માં ખાડીયા વોર્ડમાં થી કોર્પોરેટર બન્યા,, ભાજપની સત્તા આવતા તેઓ એએમટીએસના ચેરમેન બન્યા,, સમગ્ર દેશમાં રામજન્મ ભુમિ આંદોલન થવાના લીધે
વર્ષ 1989માં અમદાવાદ લોકસભા લડ્યા, અને જીત્યા,, વર્ષ 1991, વર્ષ 1996, વર્ષ 1998, 2004 અને 2009 સુધી લોકસભામાં પ્રતિનિત્વ કરતા રહ્યા, બાજપેઇ સરકારમાં તેઓ
સંરક્ષણ રાજ્યમંત્રી રહ્યા

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

હરેન પંડ્યા લોકનેતા તરીકે ઓળખાતા

હરેન પંડ્યા વર્ષ 1987માં વાસણા વોર્ડમાંથી કોર્પોરેટર બન્યા, વર્ષ 1993માં એલિસ બ્રિજના ધારાસભ્ય બાબુભાઇ વાસણવાળાનું નિધન થતા પેટા ચૂંટણી યોજાતા
ભાજપે હરેન પંડ્યાને ટિકીટ આપી અને તેઓ જીત્યા,, વર્ષ 1995 અને 1998માં એલિસ બ્રિજ બેઠક પરથી ફરી ટિકીટ મળી અને તેઓ જીત્યા, તેમને મહેસુલ પ્રધાન
અને ગૃહરાજ્ય પ્રધાન જેવી જવાબદારીઓ મળી,, તેઓ એલિસબ્રિજ વિધાનસભામાં દર રવિવારે જનસંપર્ક કરતા હતા, 2002માં તેમને ટીકીટ ન મળી,, પછી ગોધરા કાંડ બાદ
આતંકવાદીઓ દ્વારા 2002માં જ તેમની હત્યા કરી દેવાઇ હતી,

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

Advertisement

આમ છેલ્લા ચાર દાયકામાં બ્રહ્મ સમાજના આ ચાર મોટા ચહેરાઓ ભાજપમા હતા, પણ હવે સ્થિતિ બદલાઇ છે, અનેક ચહેરાઓ 2022ના વિધાનસભા ચૂંટણી માટે
મૈદાનમાં છે,

વાત મણીનગર વિધાનસભાની કરીએ તો

અસીત વોરા,,પુર્વ મેયર, પુર્વ ચેરમેન ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ
અમુલ ભટ્ટ,પુર્વ સ્ટેન્ડિગ ચેરમેન, અને પુર્વ શહેર મહામત્રી
દક્ષેશ મહેતા,પુર્વ ઓક્ટ્રોય કમિટી ચેરમેન,નેતા વીએચપી
નિશા બેન ઝાં,પુર્વ કોર્પોરેટર
ધારીણીબેન શુક્લ, વેદાંત ઇન્ટનેશનલ સ્કૂલ

ખાડીયામાં
ભુષણ ભટ્ટ,પુર્વ ધારાસભ્ય
મયુર ભટ્ટ,પુર્વ કાઉન્સિલર
હેમેંત ભટ્ટ , પ્રવક્તા પ્રદેશ ભાજપ

વેજલપુર
જાગૃતિ બેન પંડ્યા, સ્વર્ગિય હરેન ભાઇ પડંયાના પત્ની,અને બાલ કલ્યાણ વિભાગના પુર્વ ચેરપર્સન
દર્શક ઠાકર. શહેર ભાજપ ઉપ પ્રમુખ
અમિત ઠાકર,પુર્વ પ્રમુખ રાષ્ટ્રિય ભાજપ યુવા મોરચા
ચૈતન્ય શંભુ મહારાજ,પુર્વ વાઇસચેરમેન ગૌ સેવા આયોગ

Advertisement

બાપુનગર
ભાસ્કર ભટ્ટ, નેતા મ્યુનિસિપલ ભાજપ,

નિકોલ
રાજેશ દવે, ચેરમેન રિક્રિયેશન કમિટી

નારાણપુરા
યજ્ઞેશ દવે,કન્વિનર મિડીયા સેલ ભાજપ
પ્રદીપ દવે , કાઉન્સિલર સ્ટેડિયમ વોર્ડ

એલિસ બ્રિજ
યમલ વ્યાસ, ડીરેક્ટર નેશનલ હાઉસિંગ બેંક, મુખ્ય પ્રવક્તા ભાજપ
ચૈતન્ય શંભુ મહારાજ,પુર્વ વાઇસચેરમેન ગૌ સેવા આયોગ

ઘાટલોડિયા
જીગ્નેશ પંડ્યા,પુર્વ કાઉન્સિલર
કશ્યપ જાની મહામંત્રી શહેર ભાજપ યુવા મોરચો

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

સરકારી ખર્ચે ભગવાન પરશુરામની પ્રતિમા બનાવવામા કોનો મોટો રોલ
સ્ટેડિયમ વોર્ડના સિનિયર કોર્પોરેટર પ્રદીપ ભાઇ દવેની અથાક મહેનતના પરિણામે
વ્યાસવાડી પાસે ભગવાન પરશુરામની પ્રતિમાંનું સરકારી ખર્ચે નિર્માણ કાર્ય શક્ય બન્યુ છે
ત્યારે યાદ રાખવાની જરુર છે કે યજ્ઞેશ ભાઇ દવે વ્યાસવાડી પાસે મહાનગર પાલિકાની મંજુરી વગર
વ્યાસવાડી ચાર રસ્તા પાસે ભગવાન પરશુરામને બેસાડવામાં મહત્વ ભુમિકા રહી હતી,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

બ્રહ્મ સમાજના નેતાઓમાં પ્રસિધ્ધી માટે હોડ

અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમની ખબર પડતા જ એક સિનિયર નેતાએ રસ દાખવ્યો અને તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા,,ત્યારે તેમની હાજરીને લઇને હવે
ચર્ચા થવા લાગી છે કે શુ હવે આ નેતા અમદાવાદના નારાણપુરા વિધાનસભાથી ચૂટણી લડશે, કારણ કે તેમની હાજરી અમદાવાદના બ્રહ્મ સમાજના નેતાઓને પણ સુખદ આશ્ચર્ય થયું
કે તેમને અમદાવાદના કાર્યક્રમમાં કોના આમંત્રણથી આવ્યા છે, ત્યારે પાછળથી ખબર પડી કે એએમસી તરફથી તેમને સત્તાવાર રીતે આમંત્રણ આપાયુ હતું,

Advertisement

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

આમ આઠ વિધાનસભામા 19 બ્રહ્મ સમાજના નાના મોટા નેતાઓ છે,,જેઓ ભાજપમાં સક્રીય થઇને પાર્ટીને મદદ કરી રહ્યા છે,ત્યારે ગૌભક્ત શંભુ મહારાજના ઉત્તરાધિકારી ચૈતન્ય શંભુ મહારાજ, ભાજપના ટ્રબલ શુટર રહેલા અશોક ભાઇ ભટ્ટના પુત્ર ભુષણ ભટ્ટ, અને લોકનેતા રહેલા
હરેન પંડ્યા અર્ધાંગિની જાગૃતિબેન પંડ્યાને ભાજપ ટીકીટ આપશે કે કેમ,, કારણ કે વડા પ્રધાન નરેન્દ્રમોદીના કહેવા મુજબ પાર્ટીમાં પરિવારવાદને કોઇ સ્થાન નથી, પણ જે રીતે અશોકભાઇ ભટ્ટ, શંભુ મહારાજ અને હરેન પડંયાએ ભાજપની ઓળખ ઉભી કરવામાં મજબુતાઇ આપી છે
તેને લઇને તેમના પરિવારજનોને પક્ષ ટીકીટ આપી શકે છે, ત્યારે જોવાનુ એ છે કે ભગવાન પરશુરામની જંયતિએ કોને આશિર્વાદ મળશે

પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !

ફિલ્મી એક્ટ્રેશ ફ્લોરાનો બિન્દાસ્ત અંદાજ

Advertisement

બ્લુ બીકનીમાં સેક્સી સની લાગે હની

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. રાકેશ પંજાબી

    May 3, 2022 at 6:09 pm

    અમદાવાદ માં થીં જૈવિક વકીલ નેં ટીકીટ મલશે મલશે અને મલશે અને તેઓ ભવિષ્યમાં નાણાં ખાતું પણ સંભાળી શકેછે એમની ઉમદા કારકિર્દી અને કામગીરી પક્ષના નિતી નિયમો મુજબ ની જ છે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ની અપેક્ષાઓ માં તે સરાહનીય કામગીરી કરવા માટે સક્ષમ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.