યુએન મહેતા હોસ્પિટલે કરેલા ફિઝોથેરાપી ટ્યુટરની ભરતીમાં ઉઠતા સવાલો
ગુજરાતની નામાંકિત યુ એન મહેતા હોસ્પિટલમાં ગુપ ચુપ ભરતી કરાયા હોવાનુ જણાવા મળ્યુ છે,
ફિઝોથેરાપી ફુલ ટાઇમ ટ્યુટરની ભરતી કરવા માટે જેટ ગતિનો ઉપયોગ કરાયો છે,,મહત્વની વાત એ છેકે
ઇન્ટવ્યુમાં પેનલમાં જે મહિલા ઇન્ટરવ્યુ લેનાર હતા તેમની પણ નિમણુંક કરી દેવાઇ છે,
યુએન મહેતા એટલે કે રાજ્યભર નહી પણ દેશભરમાં નામાકીંત હોસ્પિટલ પૈકી એક હોસ્પિટલ છે,જેમાં ગુજરાતમાંથી તો
દર્દીઓ આવે છે,, પણ સમગ્ર દેશમાંથી દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, હાલમાં ત્યાં ફિઝોથેરાપીની ફુલ ટાઇમ ટ્યુટરની
ભરતી કરવામાં આવી,, હોસ્પિટલના કેટલાક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે 29મી તારીખે એટલે કે શુક્રવારે આ જાહેરાત
મુકવામાં આવી,અને શનિવારે સવારે એટલે કે 30મી તારીખે આ હટાવી લેવામાં આવી, 3 જગ્યા માટે વેકેન્સી હતી,,
માપદંડો પ્રમાણે અનેક ઉમેવાદવારો જ્યારે સવારે ઇન્ટરવ્યુ આપવા પહોચ્યા તો તેમની પાસે માત્ર ખાનાપુર્તી કરાઇ,,
અને એટલી સ્પીડથી ભરતી પ્રક્રીયા કરાઇ કે સોમવારે તો 50 હજારથી લઇને 75 હજારના પગાર ઉપર ઇન્ટરવ્યુ પતાવીને
નિમણુંક કરી દેવાઇ,, ઇન્ટરવ્યુ આપવા ગયેલા કેટલાક ઉમેદવારો નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે તેમને
કહેવામાં આવ્યુ કે ભરતી થઇ ગઇ છે કોઇ બીજાએ આ તરફ આવવાનુ નથી,
મહત્વપુર્ણ બાબત તો ત્યાં છે કે ઇન્ટરવ્યુ લેનાર પેનલમાં એક મહિલા પણ હતા, તેમની નિમણુંક પણ આ હોદ્દા માટે કરી દેવાઇ, તેમની
નિમણુંક કઇ રીતે કરાઇ, અથવા તેમનું ઇન્ટરવ્યુ કોણે કર્યુ, અને તેઓ પેનલમાં ઇન્ટરવ્યુ લેવા કોના કહેવાથી બેઠા તેની ચર્ચા
સમગ્ર યુએન મહેતા કેમ્પસમાં ચાલી રહી છે,
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા-જામનગર મહાનગરોની કુલ ૭ ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી
પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !