પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ
પાલનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ આ બેઠક કોગ્રેસ અને ભાજપ બે જ પક્ષો અહીથી જીતતા આવ્યા છે
જેમાં છ વખત કોગ્રેસ તો જનસંધ સહિત સાત વખત ભાજપનો કબ્જો રહી ચુક્યો છે, ત્યારે આ વખતે પણ
ભાજપના જુના જોગીઓના પરિવારો અને નવા કાર્યકર્તાઓ વચ્ચે પાલનપુર વિધાનસભા બેઠકની ટિકીટ માટે
જામશે જંગ
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ
પાલનપુર વિધાનસભા સીટનું ઇતિહાસ
વર્ષ 1962માં કોંગ્રેસના દલજી ભાઇ પટેલ સ્વતંત્ર પક્ષના રમણલાલ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1967માં કોંગ્રેસના એ સી મહેતાએ સ્વતંત્ર પક્ષના આર એ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1972માં જનસંઘના લેખરાજ બચાણીએ કોગ્રેસના એ આર મોહંમદ નજીર મૌલવીને હરાવ્યા હતા
વર્ષ 1975મા જનસંધના લેખરાજ બચાણીએ કૃષિકાર લોક પાર્ટીના અમૃત પટેલને હરાવ્યા હતા
વર્ષ 1980માં કોંગ્રેસ ઇન્દિરાના અમરતલાલ પટેલે ભાજપના લેખરાજ બચાણીને હરાવ્યા હતા
વર્ષ 1985માં કોંગ્રેસના સુરેશ મહેતાએ ભાજપના પરસોત્તમ ભાઇ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1990માં ભાજપના લેખરાજ બચાણીએ જનતાદળના સોલંકી રાયમલજીને હરાવ્યા હતા
વર્ષ 1995માં ભાજપના અમરત કાલીદાસ પટેલે અપક્ષ સોંલંકી રાયલજીને હરાવ્યા હતા
વર્ષ 1998માં ભાજપના રેખાબેન ત્રિવેદીએ આરજેપીના સોલંકી રાયમલજીને હરાવ્યા હતા
વર્ષ 2002માં ભાજપના કચોરિયા કાંતિલાલે કોંગ્રેસના જુડાલ વિરજી ભાઇને હરાવ્યા હતા
વર્ષ 2007માં ભાજપના પ્રજાપતિ ગોવિંદભાઇએ કોંગ્રેસના રાજેન્દ્ર કુમાર જોશીને હરાવ્યા હતા
વર્ષ 2012માં કોગ્રેસના મહેશ કુમાર પટેલે ભાજપના ગોવિંદ પ્રજાપતિને હરાવ્યા હતા
વર્ષ 2017માં કોગ્રેસના મહેશ કુમાર પટેલે ભાજપના લાલજી ભાઇ પ્રજાપતિને હરાવ્યા હતા,
પાલનપુરનો ઐતિહાસિક ફેક્ટ
પાલનપુર બેઠક પર કોંગ્રેસ 1962,1967,1980,1985,2012,અને 2017 સહિત છ વખત જીત મેળવી છે
જ્યારે ભારતિય જનસંધે 1972 અને 1975માં વિજય હાંસલ કર્યો.જ્યારે ભાજપ રામજન્મ ભુમિ આદોલન બાદ
વર્ષ 1990 વર્ષ 1995, 1998, 2002, 2007માં જીત હાંસલ કરી છે,
લેખરાજ બચાણી આ બેઠક પરથી ત્રણ વખત જીત્યા છે, જેમાં બે વખત જનસંધ અને એક વખત ભાજપમાં જીત્યા હતા,
તમને જણાવી દઇએ કે ભાજપની સ્થાપના 1980માં થઇ તે પહેલા જનસંધ તરીકે ઓળખાતું હતું જેનુ પ્રતિક
દિવડો હતો, લેખરાજ બચાણી રાજ્યસભામા સાંસદ તરીકે રહી ચુક્યા છે,
મહત્વપુર્ણ છે કે રાયમલજી સોલંકીનો 3 વખત સળંગ અલગ અલગ પક્ષોમાંથી હારવાનો રેકોર્ડ ધરાવે છે
જેમાં જનતા દળ, અપક્ષ અને પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાની પાર્ટી ઓલ ઇન્ડિયા રાષ્ટ્રિય જનતા પાર્ટીમાં
ચૂટણી હાર્યા હતા
વડા પ્રધાન નરેન્દ્રમોદીના એક સમયના વડ નગરના સાથી સ્વયં સેવક અને નિવૃત સરકારી કર્મચારી ગોવિંદ ભાઇ
વર્ષ 2007માં ચૂટણી લડ્યા અને જીત્યા, જો કે વર્ષ 2012માં કોંગ્રેસના મહેશ પટેલે તેમને ઘર ભેગા કરી દીધા હતા, જો કે
મહેશ પટેલે 2017માં ભાજપનો વનવાસ પુર્ણ થવા દીધો નથી,
પાલનપુરના કેટલા દાવેદારો
લાલજી પ્રજાપતિ, 2017માં હારેલા ઉમેદવાર
ગોવિંદ પ્રજાપતિ- પુર્વ ધારાસભ્ય-2012માં હારેલા ઉમેદવાર
પંતંજલી ગોવિંદ પ્રજાપતિ,, પુર્વ ધારાસભ્યના પુત્રી
રેખાબેન ત્રિવેદી-પુર્વ ધારાસભ્ય
યશવંત લેખરાજ બચાણી, પુર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત- પુર્વ ધારાસભ્ય અને પુર્વ સાંસદ પુત્ર
હિતેશ ચૌધરી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી
હરેશ ચૌધરી, રમત ગમત સેલ સયોજક ગુજરાત પ્રદેશ ભાજપ
નેહલબેન ધાનાણી, મંત્રી મહિલા મોર્ચા જિલ્લા ભાજપ
જાગૃતિ બેન મહેતા, સિનિયર કોર્પોરેટર, પાલનપુર નગરપાલિકા
દિનેશ પટેલ, પ્રમુખ, પાલનપુર શહેર ભાજપ
મોતી ભાઇ પટેલ, પ્રમુખ, પાલનપુર તાલુકા ભાજપ
ગિરીશ જગાણીયા-પ્રભારી અરવલ્લી જિલ્લો ભાજપ
નિલમબેન જાની, પુર્વ પ્રમુખ નગર પાલિકા, પાલનપુર
હેતલબેન રાવલ, પ્રમુખ નગરપાલિકા પાલનપુર
શૈલેષ જોષી- બ્રહ્મસમાજ, પુર્વ પ્રમુખ
કરસનજી વાધેલા, પુર્વ પ્રમુખ, ઓબીસી મોર્ચા
મેરજી દુમ્ખ, પુર્વ ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપ
ભાસ્કર ઠાકર, જિલ્લા સંગઠન મંત્રી પુર્વ
આખરી નિર્ણય કરશે પાર્લામેન્ટરી બોર્ડ
પાલનપુર બેઠક પર છે્લલા 2 ટર્મથી કોંગ્રેસનો કબ્જો છે, ત્યારે આ વખતે ભાજપના પુર્વ ધારાસભ્યો અને તેમના પરિવારો સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ આ સીટ ઉપરથી
નસીબ અજમાવવા માટે આતુર છે, કારણ કે જે રીતે ભાજપ નો રિપીટ ફોર્મ્યુલા સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી અને મંત્રી મંડળમાં નવા ચૂટાટેલા ધારાસભ્યને મુખ્યમંત્રી પદથી લઇને
મુંત્રી પદ મળ્યા તેનાથી ભાજપના કાર્યકર્તાઓને ટિકીટ માટે પ્રયાસ કરીશુ તો તક મળી શકે છે,જેથી તેઓ ધારાસભ્ય બનીને પાલનપુરની જનતાની સેવા થઇ શકે,,10 વરસથી
રહેલા કોંગ્રેસના કબ્જાને દુર કરી શકીશું, મહત્વની વાત એ છે કે આ વખતે પુર્વ ધારાસભ્યના પરિવારજનો પણ વિધાનસભા પહોચવા માટે થનગની રહ્યા છે,
જેમાં પુર્વ ધારાસભ્ય ગોવિંદ ભાઇ પ્રજાપતિ અને તેમના પુત્રી પંતંજલી પ્રજાપતિ પણ આ બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે, જ્યારે જનસંધના વરિષ્ઠ નેતા રહી ચુકેલા અને પાલનપુર
બેઠક પર પાચ વખત ચૂંટણી જીતેલા લેખરાજ બચાણીના પુત્ર યશવંત બચાણી પણ મજબુત દાવેદાર મનાય છે, તેઓ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચુક્યા છે
તે ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી છે, છતાં ટિકીટ આપવાનો અંતિમ નિર્ણય ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ અને ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ કરશે,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ