ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ !
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે રહેઠાણ વિસ્તારમાં બનતા નિર્માણાધિન ચર્ચને તોડી પાડવાની કામગીરી
તંત્રે કરી છે, સ્થાનિકોનો આરોપ છે કે અહી ધર્મ પરિવર્તન કરાવવાનો નેટવર્ક ચાલતો હતો..જેનો સ્થાનિકોએ પર્દાફાશ કર્યા હોવાનો
દાવો કર્યો છે, જ્યારે આ અંગે સામે પક્ષે કોઇ બોલવા તૈયાર નથી,
ચર્ચમાંથી રડવાના આવાજ આવતો હતો- આશાબેન નાયક
અમદાવાદના અમરાઇવાડી વોર્ડના શક્તિનગરમાં છેલ્લા ચાર મહિનાથી બે માળનો મકાન બની રહ્યો હતો, જેને સ્થાનિક વ્યક્તિએ દક્ષિણ ભારતના
રહેવાસીઓને વેચાણ કર્યો હતો, સ્થાનિકોનો આરોપ છે કે આમાં ચર્ચ બનાવવાની હિલ ચાલ હતી, જેનો વિરોધ કરાયો, અને સાથે
તંત્રને જાણ કરાઇ,, ત્યારે મહાનગર પાલિકાની મંજુરી વગર બે માળનો મકાન બની ગયું હતુ,,જેને તોડવાની કામગીરી શરુ કરી દેવાઇ
સ્થાનિક આશાબેન નાયકે આરોપ લગાવ્યા છે અમારી ફરિયાદ બાદ 3 વખત નોટિસો અપાઇ હતી અને જ્યારે ઉગ્ર વિરોધ કરાયો ત્યારે
આ ગેર કાયદે બનતા મકાનને તોડવામાં આવ્યુ છે, તેઓએ કહ્યુ કે અમે ઇચ્છતા નથી કે અમારા બાળકો ક્રિશ્ચિયન ધર્મમાં જાય
અહી ચર્ચ બની રહ્યુ હતું, ચાર મહિનાથી બને છે,સમગ્ર ચાલીને મુસિબતનો સામનો કરવો પડી રહ્યો હતો,,અહીથી રડવાના આવાજ
આવતા સ્પિકરો જોર જોરથી વગાડવામાં આવતા હતા,,
સ્કુલના બદલે ચર્ચા બનાવાયુ-બબી બેન નાયક
બબી બેન નાયકે પણ આરોપ લગાવ્યો કે સમગ્ર વિસ્તાર હિન્દુઓનો છે અમારે અમારા વિસ્તારમાં ચર્ચ ના જોઇએ, બાળકો ઉપર ખરાબ
અસર પડે છે, અહી કહેવામાં આવ્યુ હતુ કે ગરીબ બાળકોને ભણાવવા માટે સ્કૂલ બનાવીશું, પણ સ્કુલના બદલે ચર્ચ બનાવાઇ રહ્યુ હતું
ચર્ચનુ બોર્ડ પણ મારી દેવાયુ હતું જેનો અમારો વિરોધ હતો
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ધર્મ પરિવર્તન કરાવતા હતા, શ્વેતાબેન પાટીલ
બીજા પણ સ્થાનિક આગેવાન શ્વેતા પાટીલે જણાવ્યુ કે અહી તેઓ કહેતા હતા છોકરીઓ માટે સિવણ ક્લાસ ખોલવામાં આવશે, પછી કહ્યુ
હતુ કે ગરીબ બાળકો માટે સ્કૂલ ખોલવામાં આવશે,, તેઓ દક્ષિણ ભારતના હતા મદ્રાસીમાં બોલતા હતા, પહેલા તેઓ અઠવાડિયામાં
એક વખત આવતા,, પછી ત્રણ વખત આવવા લાગ્યા તેઓ આદિવાસીઓને અહી લાવતા ધર્મ પરિવર્તન કરાવતા હતા,
ખરા બપોરે સ્પિકરો ચાલુ કરી દેતા, જેમાં ઘરમાંથી ચીસા ચીસ સંભળાતી,જ્યારે તેમને પુછીએ તો તેઓ કહેતા હતા કે ભુત ભગાડીએ છીએ
અમારા આસપાસના બાળકોને ખ્રિસ્તી સંપ્રદાયની પુસ્તકો વાચંવા માટે આપતા,સાથે બાળકોને બોલાવીને ખાવા પીવાની વસ્તુઓ
આપતા હતા, બાળકોને લલચાવતા ફોસલાવતા હતા, ઇશા મસિહના વખાણ કરતા ગીતો તૈયાર કરાવતા, બાળકો પૈસા અને વસ્તુઓની
લાલચના કારણે આ બધુ યાદ પણ કરતા હતા, તેમને ધીમે ધીમે ધર્મ પરિવર્તન તરફ લઇ જતા હતા, જેનો અમારો વિરોધ હતો,
જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઇએ
આમ તો શક્તિનગરના રહીશોના વિરોધના પગલે આ વિવાદિત નિર્માણાધિન મકાન તોડવામાં આવ્યા છે, પણ સવાલ એ ઉઠે છે કે
જ્યારે આ મકાન બનવાની શરુઆત થઇ ત્યારે કોઇ વોર્ડ ઇન્સ્પેક્ટરનુ ઘ્યાન કેમ ન ગયું અથવા વોર્ડ ઇન્સ્પેક્ટરે જાતે આ ચર્ચ બનાવવા માટે
ભ્રષ્ટાચાર કર્યો હશે,, કારણ કે જ્યારે સ્થાનિકોએ પહેલી અરજી કરી ત્યારે જ કેમ ન અટકાવવામાં આવ્યુ ,,બિલ્ડીગને સીલ કેમ ન મારાયું
વિલંબ કરવાનુ કારણ શું,,ચાર મહિના સુધી આટલુ મોટુ બિલ્ડીંગ બનતું રહ્યુ ત્યાં સુધી એએમસીનુ એસ્ટેટ વિભાગ શુ કરતો હતો,
વોર્ડ ઇંસપેક્ટરથી લાઇને ડેપ્યુટી એસ્ટેટ ટીડીઓ સુધીના અધિકારીઓ ચુપકીદી કેમ સેવી, શુ તેમને ચર્ચના જવાબદાર લોકોએ
આર્થિક પેકેજનો કોઇ લાભ આપ્યો હતો, સ્થાનિકોના વિરોધ સામે પગલા લેવામાં તકલીફ ક્યાં હતી,આમાં માટે ના જવાબદાર
અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ જ નહી પણ એસીબીએ પણ તપાસ કરવી જોઇએ,
લોભ લાલચથી ધર્મ પરિવર્તન ઉપર છે પ્રતિબંધ
રાજ્યમાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ છે, કોઇ પણ ધર્મના લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તિત કરી સકાતા નથી,
ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે ચર્ચમાં નિર્દોષ બાળકોનુ બ્રેન વોશ કરાતુ હતું, ચર્ચ બનાવનાર, અને ચર્ચમાં આવનાર
અને ધર્મ પરિવર્તન કરાવવાની ચેષ્ટા કરનારાઓ સામે પોલીસ એક્શન લેવા જોઇએ