પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !
ઉત્તર,દક્ષિણ અને સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકનો શરુ કરાયો આંતરિક સર્વે
સુપ્રિમ કોર્ટે હાર્દીક પટેલના 2 વરસની સજા ઉપર સ્ટે ઓર્ડર આપી દીધો છે, પરિણામે હવે હાર્દીક પટેલ માટે
વિધાનસભા ચૂંટણી લડવા માટેનો માર્ગ ખુલી ગયો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે હાર્દીક પટેલ
ક્યાંથી ઇલેક્શન લડશે, તેને લઇને ભાજપ અને આપમાં તો ચર્ચા છે જે સાથે કોંગ્રેસમાં પણ ચર્ચા ચાલી રહી છે કે
આ સ્કાયલેબ લેન્ડ ક્યાં થશે, સુત્રો કહી રહ્યા છે કે હાર્દીક પટેલ માટે ચાર વિધાનસભા સીટો ઉપર આંતરિક સર્વે હાથ ધરાયો છે,
કઇ છે ચાર બેઠકો જોઇએ ખાસ રિપોર્ટ
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
ચૂંટણી લડવા માટે તૈયાર હાર્દીક પટેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકાઇ ચૂક્યું છે, ત્યારે ગુજરાત કોગ્રેસ માટે સારા સમાચાર છે, પાટીદાર અનામત આદોલનથી
ઉભરી આવેલા યુવા નેતા હાર્દીક પટેલને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે,, વીસ નગરમાં 2015માં થયેલા રમખાણોને લઇને થયેલા 2 વરસની સજા ઉપર
સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યો છે, જેની સાથે હાર્દીક પટેલે ઇચ્છા વ્યક્ત કરી દીધી છે કે તે ચૂંટણી લડવા તૈયાર છે, ટ્ટીટ કરીને હાર્દીક પટેલે કહ્યુ છે કે
માત્ર ચૂંટણી લડવી મારો ઉદ્દેશ્ય નથી, પણ લોકોનુ મજબુતાઇથી સેવા કરવી મારો ઉદ્દેશ્ય છે,
सिर्फ़ चुनाव लड़ना ही मेरा मक़सद नही है बल्कि गुजरात के लोगों की सेवा मज़बूती से कर पाऊँ यही मेरा उद्देश हैं। आज से तीन साल पहलें एक झूठे मुक़दमे में मुझे दो साल की सजा सुनाई थी लेकिन आज सुप्रीम कोर्ट ने दो साल की सजा पर रोक लगाई है, मैं न्यायपालिका का ह्रदय से धन्यवाद करता हूँ।
— Hardik Patel (@HardikPatel_) April 12, 2022
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
હાર્દીક પટેલના ઇલેક્શન લડવા માટે પોતાનો મજબુત ઇરાદો જાહેર કરી દીધો છે ત્યારે ત્યારે હાર્દીક પટેલ ક્યાંથી ઇલેક્શન લડશે
તેની પર ભાજપ આમ આદમી પાર્ટી સહિત ગુજરાતના લોકોની નજર છે, ત્યારે કોગ્રેસમાં અનેક નેતાઓ આ સ્કાયલેબ પોતાની રાજનિતિક
જમીન પર લેન્ડ ન થઇ જાય તેની ચિન્તા સતાવવાની શરુ થઇ ગઇ છે
હાર્દીક પટેલ ક્યાંથી લડશે તને લઇને શરુ થઇ ચર્ચા,,
પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ
ઘાટલોડિયા વિધાનસભા બેઠક
ચર્ચા છે કે ઘાટલોડિયા વિધાનસભા સીટ ઉપરથી હાર્દીક પટેલ ચૂંટણી લડી શકે છે, કારણ કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન
ઘાટલોડિયા વિધાનસભા બેઠક એપી સેન્ટર રહ્યુ હતું, અહી પાટીદારો ખુલીને આંદોલનના સમર્થનમાં આવ્યા હતા,
પાટીદારોમાં અહી હાર્દીક પટેલનો પ્રભાવ જોવા મળે છે,
મહત્વપુર્ણ વાત એ છે કે વર્ષ 2012માં આ બેઠક ઉપર આનંદી બેન પટેલ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા, 2014માં તત્કાલિન મુખ્ય પ્રધાન
નરેન્દ્રમોદી દેશના વડા પ્રધાન બનતા તેમના અનુગામી તરીકે આનંદી બેન પટેલને ગુજરાતનું સુકાન સોપાયું જો કે
2015માં પાટીદાર અનામત આદોલન થવાના કારણે રાજ્યમાં ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટું નુકશાન થયું
અને અંતે 2016માં તેમનાથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું, વર્ષ 2017માં આનંદી બેન પટેલના અનુગામી તરીકે ઘાટલોડિયા વિધાનસભા
બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડી ધારાસભ્ય થયા,, વર્ષ 2021માં તેઓ મુખ્ય પ્રધાન બન્યા,,
હવે જો હાર્દીક પટેલ આ સીટ ઉપરથી ઇલેક્શન લડે અને ભુપેન્દ્ર પટેલને હરાવવામાં સફળ થાય તો મોટો સેટબેક થઇ શકે છે, જો કોંગ્રેસને
રાજ્યમાં બહુમત આવે તો તો રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવાના કારણે તેને ગુજરાતના મુખ્ય પ્રધાન પદ મળી શકે છે,, સાથે પાટીદાર
ચહેરો હોવાથી પાટીદારોમાં સર્વ સમ્મત પણ બની શકે છે
ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે
વિરમગામ વિધાનસભા બેઠક હાર્દીકનું હોમ ટાઉન
આમ તો હાર્દીક પટેલનું વતન વિરમગામ છે, પોતાની રાજકીય કારકીર્દી તેઓ ભાજપમાંથી બનાવવા માંગતા હતા,
પણ માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલ હાર્દીક પટેલની કારકીર્દી સામે રોડા બન્યા હતા,,જેથી અપમાનનો બદલો લેવા માટે
મહેસાણાના સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ સાથે જોડાઇ ને પાટીદારો માટે અનામત મળે માટે આદોલનમાં જોડાઇ ગયા
લાલજી પટેલ સાથે મતભેદો ઉભા પાટીદાર અનામત આદોલન સમિતી બનાવી તેના કન્વીનર બની ગયા,,
વિરમગામ બેઠક પર 2012માં કોગ્રેસના તેજશ્રી બેન પટેલ ધારાસભ્ય બન્યા,, ત્યારે તેઓ 2017માં રાજ્ય સભા ચૂંટણી સમયે
કોગ્રેસ સાથે છેહ કરીને ભાજપમાં જોડાયા અને ઇલેક્શન લડ્યા,, જો કે કોગ્રેસના લાખાભાઇ ભરવાડે તેમને હરાવી દીધા
હવે બે ટર્મથી વિરમગામ બેઠક કોગ્રેસનો ગઢ બની છે, ત્યારે હાર્દીક પટેલના સમર્થકો ઇચ્છે કે તેઓ વિરમગામથી ચૂંટણી લડી વિધાનસભા
પહોચે,, પણ તેમના માટે તેમના પક્ષના સીટીંગ ઘારાસભ્ય લાખા ભાઇ ભરવાડ બમ્પ સાબિત થઇ શકે છે, જો કે લાખા ભાઇ પુર્વ કેન્દ્રિય
પ્રધાન ભરત સિહ સોલંકીના વિશ્વાસું છે,
જામનગર ગ્રામ્ય સીટ ઉપર હાર્દીકના સમર્થકોની નજર
ગુજરાત વિધાનસભાનુ 2010ની વસ્તી ગણતરી મુજબ સિમાંકન કરાયા બાદ જામગર ગ્રામ્ય બેઠક અસ્તિત્વમાં આવી
વર્ષ 2012માં ગુજરાત ભાજપના પ્રમુખ રણછોડ ફળદુ જામનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા જો કે તેમને કોગ્રેસના
રાધવજી પટેલે ઘર ભેગા કરી દીધી,,ગુજરાતમાં ભાજપની જીત થઇ,પણ ગુજરાત ભાજપના સુકાની હારી ગયા
વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે રાઘવજી પટેલે રાજકીય રંગ બદલ્યો અને ભાજપનુ હાથમાં લીધું તેઓ 2017માં
ભાજપના ઉમેદવાર તરીકે જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી ચૂટણી લડ્યાં જો કે કોગ્રેસના વલ્લભ ભાઇ ધારવિયાએ પક્ષ પલ્ટુ
રાધવજી પટેલને ઠેકાણે પાડી દીધા,,પણ વલ્લભ ધારવિયાએ પણ પાંચ વર્ષનો જનતાનો મેન્ડેટ હોવા છતાં 2 વર્ષમાં ગાંધી પેકેજનો
લાભ લઇને માર્ચ 2019માં રાજીનામુ આપી દીધું,,અને રાધવજી પટેલ માટે બેઠક ખાલી કરી દીધીં, અને મતદારો ઉપર વધારાની
પેટા ચૂટણીનો આર્થિક બોજો નાખી દીધો, પણ પાટીદાર અનામત આદોલન દરમિયાન જામનગર જિલ્લામાંથી પણ પાટીદારોએ
હાર્દીક પટેલને સમર્થન આપ્યુ હતું,જેથી સ્થાનિક આગેવાનો પણ ઇચ્છે કે હાર્દીક પટેલ જામનગર ગ્રામ્યમાંથી ચૂંટણી લડે અને ભાજપનો હિસાબ
ચુક્તે કરે,
સુરતમાં વરાછા અને કતારગામમાં પર નજર
પાટીદાર અનામત આદોલન દરમિયાન સુરત મુખ્ય કેન્દ્ર રહ્યો હતો,, પાટીદારોએ અહી ખુલીને હાર્દીકપટેલ અને અનામત આદોલનને
પણ સમર્થન કર્યુ હતું, જ્યારે લાજપોર જેલમાંથી છુટ્યા બાદ હાર્દીકે જે રોડ શો કર્યો હતો તેમાં પાદીદારોએ ભવ્ય આવકાર આપ્યો હતો
સુરતના પાટીદારો ઇચ્છે કે હાર્દીક પટેલ સુરતથી ચૂટણી લડે,તેમાં કતાર ગામ અને વરાછા સીટ ઉપરથી ચૂટણી લડે તો તે જીતી શકે છે
અને તેની એન્ટ્રીથી ભાજપના સુરતના ગઢમાં ગબડુ પાડવાની હાર્દીકમાં ક્ષમતા છે તેમ સુરતના પાદીદારો માને છે, એટલે કે
પાટીલ પવારને ડાઉન કરવો હોય તો હાર્દીક પટેલ મહત્વની ભુમિકા અદા કરી શકે
મહત્વની વાત એ છે કે આ બન્ને બેઠકો હાલ વરાછામાં પુર્વ આરોગ્ય રાજ્ય પ્રધાન કુમાર કાનાણી અને કતારગામમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી
વિનોદ ભાઇ મોરડીયા પ્રતિનિધિત્વ કરે છે,