કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર
ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય કાર્યક્રમો શરુ થઇ ગયા છે, ત્યારે અન્ય પક્ષોની જેમ ભાજપ એવા તમામ સીટો ઉપર
મંથન કરી રહી છે, જે જીતવામાં તેને મુશ્કેલી પડી રહી છે,, ત્યારે કંપડવંજ એક એવી જ સીટ છે,,જેના ઉપર ભાજપનુ
પ્રભુત્વ જોવા મળતું નથી,ત્યારે કપડવંજની વાત કરીએ તો 1962થી લઇને 2017 સુધી અહી કોગ્રેસનો વધુ દબદબો જોવા મળે છે,
આ સીટ ઉપર રાજ્યના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા પણ ઇલેક્શન લડીને જીતી ચુક્યા છે, અને વિરોધ પક્ષના નેતા પણ
બની ચુક્યા છે
ત્યારે કપડવંજ વિધાનસભા સીટનો ઇતિહાસ જોઇએ તો
વર્ષ 1962માં કોગ્રેસના ઉત્સવ પરીખે સ્વતંત્ર પક્ષના ધનવંત લાલ શ્રોફને હરાવ્યા હતા,
1967માં સ્વતંત્ર પક્ષના કે એન દોશીએ કોગ્રેસના ઉત્સવ પરિખને હરાવ્યા હતા
વર્ષ 1972માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇનેશનના બુધાજી ચૌહાણે કોગ્રેસના પુનમ ચંદ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1975માં કોગ્રેસના બુધાજી ચૌહાણે ભારતિય જનસંધના વિનોદ ચંદ્ર શાહને હરાવ્યા
વર્ષ 1980માં ઇન્દિરા કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપી(જેપી) પુનમચંદ્ર પટેલને હરાવ્યા હતા
વર્ષ 1985માં કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપીના ઝાલા રાયસિહજીને હરાવ્યા
વર્ષ 1990માં કોગ્રેસના રતનસિહ રાઠોડે ભાજપના મણીલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના મણીલાલ પટેલે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના કિશોર સિહ સોલંકીને હરાવ્યા
વર્ષ 2007માં કોગ્રેસના મણીલાલ પટેલે ભાજપના બિમલ શાહને હરાવ્યા
વર્ષ 2012માં કોગ્રેસના શંકર સિહ વાધેલાએ ભાજપના કનુભાઇ ડાભીને હરાવ્યા
વર્ષ 2017માં કોગ્રેસના કાળા ભાઇ ડાભીએ ભાજપને કનુભાઇ ડાભીને હરાવ્યા
કપડવંજના ઐતિહાસિક તથ્યો
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક
ઇતિહાસના આકડા બતાવે છે કે કોંગ્રેસના બુધાજી ચૌહાણે વર્ષ 1972,1975, 1980,1985માં સતત ચાર વખત
વિધાનસભા ચૂટણી જીત મેળવી છે, જે રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાતા
મધ્ય ગુજરાતમાં કપડવંજ બેઠક પરથી ભાજપના મણીલાલ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
પણ 1998માં ભાજપે ટિકીટના આપતા તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો અને 2007માં તેઓ કોંગ્રેસમાંથી
ચૂંટણી લડ્યા અને ભાજપના બિમલ શાહને હરાવ્યા
જ્યારે બિમલ શાહ ભાજપમાં 1998 અને 2002માં જીત્યા કેશુભાઇ પટેલની સરકારમાં વાહન વ્યવહાર
પ્રધાન રહી ચૂક્યા છે તેમણે પણ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી કાર્યપધ્ધતિનો વિરોધ કરીને
ભાજપ છોડ્યુ અને કોંગ્રેસમાં જોડાયા હતા, પણ કોંગ્રેસે તેમને ટિકીટ માટે ઠેંગો બતાવ્યો,,તો તેઓએ 2017માં
અપક્ષમાં ચૂંટણી લડ્યા તેમને 46928 મતો મળ્યા,, અને તેઓ ત્રિજા સ્થાને રહ્યા ,,એટલે કે ન તો તેઓ જીત્યા,, ન તો ભાજપને જીતવા દીધુ
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
હવે કપડવંજમાં ભાજપના દાવેદારોની વાત કરીએ તો
વર્ષ 2012 અને 2017માં કપડવંજ બેઠક પરથી હારી ચૂકેલા કઠલાલના પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી પ્રબળ દાવેદાર છે
ખેડા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ, બંશી લાલ પ્રજાપતિ(પુર્વ કોર્પોરેટર વસ્ત્રાલ)
કપડવંજ તાલુકા ભાજપના પ્રમુખ કિરણ સિહ ડાભી
કંપડવંજ તાલુકા ભાજપના મહામંત્રી અલ્પેશ ઝાલા
કઠલાલ એપીએમસીના ચેરમેન હસમુખ પરમાર
કપંડવંજ એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ
ખેડા જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન જીતેન્દ્ર સિહ ચૌહાણ
કાણીયલ ગામના સરપંચ ચિમન લાલ સોઢા
મુડેલ ગામના સરપંચ દિપક ડાભી
ભાટેરા ગામના સરપંચ રાજુ ભાઇ પટેલ
સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્નેહલ સિહ સોલંકી
આમ તો કપડવંજ વિધાનસભા સીટ એ કોગ્રેસની સીટ માનવામાં આવે છે, છતાં જે રીતે ત્રણ વખત અહી ભાજપ કબ્જો જમાવી ચુકી છે,
તે સિવાય આ વખતે ભાજપ તરફી માહોલ બની રહ્યુ છે,પરિણામે સંખ્યા દાવેદારો આતંરિક તૈયારી કરી રહ્યા છે, અને ટિકિટ માટે
યોગ્ય ગોડ ફાઘરની શોધ કરી રહ્યા છે,, છતાં અંતે ફેસલો તો વડા પ્રધાન નરેદ્રમોદી અને અમિત શાહ કરશે,