ગુજરાતમાં પેપર લિંક કાંડ માટે આ છે જવાબદાર !
હવે ધોરણ 10 હિન્દીનુ પેપર ફુટતા શિક્ષણ વિભાગની સામે આવી નિષ્ફળતા
ભુપેન્દ્ર સિહ ચુડાસ્માથી લઇને જીતુ વાધાણીના માથે પેપર લિક કાંડના લાગ્યા છે કલંક
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ ૧૦માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા
સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો
વાયરલ થયાં હતાં.આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
એવું અધિકારીઓએ જણાવ્યું છે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે,
ધોરણ ૧૦ નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે
.ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરીરીતિ અંગે જણાવ્યું હતું.
ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. .

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

કોંગ્રેસે સરકાર ઉપર લગાવ્યા આરોપ
પેપર ફૂટવા અંગે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે, ધો.૧૦નું જે પેપર ફૂટ્યું છે એ શિક્ષણ વિભાગ માટે શરમજનક વાત છે.
મહેસાણામાં પણ અગાઉ આવી રીતેજ પેપર બારોબાર લીક થયું હતું. સરકારે આ બાબતે પેપર ફોડવામાં સંડોવાયેલા લોકોની તપાસ
કરવી જોઇએ. ગુજરાતના મહેનત કરતાં વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે. સરકારી ભરતીઓમાં તો ગેરરીતિ થાય જ છે
પરંતુ હવે તો ધો.૧૦ના પેપરમાં પણ ગેરરીતિ થઈ છે. જેથી શિક્ષણમંત્રીનું રાજીનામું લઈ લેવું જાઇએ પરીક્ષા ચાલુ હતી તે
દરમિયાન સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયું?
૨૦૨૧માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી ડ્ઢય્ફઝ્રન્માં વિદ્યુત સહાયકની ભરતી
પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી
સબ-ઓડીટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી
હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી.
આમ જુલાઈ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધીમાં પેપર લીકનો આ ચોથો આક્ષેપ છે. જો કે ખરેખર વન રક્ષકનું પેપર લીક થયું છે કે
કેમ તે અંગે હવે તપાસ બાદ જ હકીકત સામે આવશે.
ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે બચાવ કર્યો છે કે પેપર લિક થયો નથી, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યુ કે પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર
લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
છેલ્લા ૧૦ વર્ષમાં જે પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
જીપીએસસીની ચીફ ઓફિસરની ભરતીઃ ૨૦૧૩
રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષાઃ ૨૦૧૪
મુખ્ય સેવિકાઃ ૨૦૧૮
નાયબ ચિટનીસઃ ૨૦૧૮
પોલીસ લોકરક્ષક દળઃ ૨૦૧૮
શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી ૨૦૧૮
બિનસચિવાલય ક્લાર્કઃ ૨૦૧૯
ડ્ઢય્ફઝ્રન્માં વિદ્યુત સહાયકની ભરતીઃ જુલાઈ, ૨૦૨૧
સબ-ઓડિટરઃ ઓક્ટોબર, ૨૦૨૧
હેડ ક્લાર્કઃ ડિસેમ્બર, ૨૦૨૧