ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ – ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ
હાઈવેની મુસાફરી પણ સોંઘી નહીં રાષ્ટ્રીય હાઈવે પર ટોલટેક્સમાં રુ. 10થી 65નો વધારો ઝીંકાયો
અમદાવાદ
નવા નાણાંકીય વર્ષના આરંભ સાથે જ મોંઘવારી પણ હિસાબ ચૂકતેના કરવાના મૂડમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં એકતરફ રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી જોતરાઈ ગયા છે, ત્યારે
જનતા જર્નાદન બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની પળોજણમાં જોવા મળી રહી છે. કારણ સવાર પડતાની સાથે
જ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો શુભ સુવાર કરી રહ્યો છે. તેમાંય તા.2જી એપ્રિલની સવાર સીએનજી, એલપીજી
અને રાસાયણિક ખાતરના ભાવ વધારો લઈને આવી હતી.
દેશમાં કોમર્શિયલ LPG, વિમાનના ઈંધણ, CNG અને DAP ખાતર સહિતની વસ્તુઓમાં જંગી ભાવવધારો ઝીંકાયો હતો.
તો ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ અદાણી ગ્રૃપે CNGના ભાવમાં અધધધ કહી શકાય તેવો વધારો ઝીંક્યો છે
. હજુ 8 દિવસ પૂર્વે જ અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો કરાયા બાદ શુક્રવારે ફરીથી રુ. 5નો વધારો લાદી દીધો છે
. હોટેલ -રેસ્ટોરન્ટ અને ચ્હા-નાસ્તાની લારીઓ સહિતના કોમર્શિયલ એકમો દ્વારા ઉપયોગમાં લેવાતા LPGના ભાવ 19 કિલોગ્રામ
સિલિન્ડર દીઠ રુ. 249.50 વધારીને રુ. 2,253 કરવામાં આવ્યા હતા. જોકે ગૃહિણીઓ દ્વારા રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ
ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ એકાદ સપ્તાહમાં તેનો પણ વારો આવી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ગત તા. 22મી માર્ચે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ સિલિન્ડર દીઠ વધારીને રુ. 949.50 કરી દેવાયા હતા. ત્યારે હવે તે પણ
ટૂંકસમયમાં એક હજારની પાર જવાની શક્યતા સેવાઈ રહી છે.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ગુજરાતમાં પેટ્રોલના ભાવ શનિવારે રુ. 102ને પાર થઈ ચુક્યા હતા, ત્યારે સીએનજીના ભાવમાં માત્ર એક માસના સમયગાળામાં
જ રુ. 9.50 જેટલો વધારો થઈ ચૂક્યો છે, એથી અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટ જેવા મહાનગરો જ નહીં આણંદ
, નડિયાદ, મહેસાણા જેવા નગરોના રિક્ષાચાલકો તેમજ રાતોરાત પોતાના ફોર વ્હીલરમાં CNGની કીટ લગાવનારાની હાલત પણ કફોડી બની છે. કારણ હવે CNGના ભાવ પણ પેટ્રોલ-ડીઝલની નિકટ જઈ રહ્યા છે.
હાલમાં અમદાવાદમાં CNGનો ભાવ રુ. 79.59 પર પહોંચી ગયો છે. માર્ચ માસ પર નજર કરીએ તો કુલ ત્રણ વખત ભાવ વધારો થયો હતો. ત્યારબાદ 1લી એપ્રિલે ભાવ વધારો થયો છે.
અમદાવાદમાં ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થતા ખાસ કરીને રિક્ષાચાલકો લાલઘુમ બન્યા છે. વર્ષ 2022ના જાન્યુઆરીથી તા.1લી એપ્રિલ સુધીમાં 5 વખત વધ્યા છે.
આમ વર્ષ 2022ના પ્રથમ ત્રણ માસમાં જ તબક્કાવાર CNGના ભાવ રુ. 12 વધ્યા છે.
…શટલ સહિત સ્પેશિયલ રિક્ષા સવારી પણ ખિસ્સા ખાલી કરાવશે
અમદાવાદ ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યુ હતુ કે
સીએનજીના ભાવ વધારા સામે રિક્ષાચાલકો પોતાની રીતે ભાડુ વસુલશે. હાલ મિનિમન ભાડુ રુ. 18 છે, તેના
બદલે રિક્ષાચાલકો હવે રુ. 30 વસુલશે. ત્યારબાદ જ્યાં ભાડામાં રુ. 30 હશે ત્યાં રુ. 40 વસુલશે.
આમ નિયત ભાડા કરતા રુ. 10 વધુ વસૂલાશે. રિક્ષાચાલક એસોસિયેશનના અન્ય એક અગ્રણી વિજય મકવાણાના
જણાવ્યા મુજબ સીએનજી ભાવ વધારાના વિરોધમાં માત્ર રિક્ષાચાલકો જ નહીં પ્રજાનો પણ સહકાર લઈને કાર્યક્રમ કરાશે.
હેડીંગ…હાઈવેની મુસાફરીમાં ટોલટેક્સમાં વધારાનો ડામ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તા.1લી એપ્રિલથી ટોલટેક્સમાં રુ. 10થી 65ના વધારાનો અમલ કર્યો છે.
જેમાં વન-વે હળવા વાહનો માટેના ટોલટેક્સમાં વાહન દીઠ રુ.10નો અને કોમર્શિયલ વ્હીકલ માટે તેમાં રુ. 65નો વધારો કર્યો છે
. દરેક નાણાંકીય વર્ષના આરંભ ટોલટેક્સમાં સુધારો થયો હોય છે.
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
… ઈફકોએ ડીએપી, એનપીકેના ભાવમાં વધારો ઝીંક્યો
દેશની અગ્રણી કો.ઓપરેટિગ સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો. ઓપરેટિંગ લિમિટેડ (ઈફ્કો)એ ડાયએમોનિયમ ફોસ્ટેટ(ડીએપી)
માં થેલી દીઠ રુ. 150 અને એનપીકેમાં રુ. 285 ભાવમાં વધારો ઝીંક્યો છે. ખેતીવાડીમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ડીએપીના ભાવમાં
રુ. 150નો વધારો ઝીંકાયો છે. ડીઝલના ભાવ આસમાને હોઈ પરેશાન ખેડૂતો માટે ખાતરના ભાવ વધારાએ બળતામાં ઘી હોમવા
જેવું કામ કર્યુ છે. કારણ હવે ખાતરના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ..