રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ- ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર
મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાનની મદદથી ફૂડ સેફટી ટીમ દ્વારા રાજકોટ ખાતેથી મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પડાયું
મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી કરતા કલરની હાજરી મળી આવી : સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો મસાલાનો જથ્થો જપ્ત કરાયો
ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાશે
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
**
ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમ દ્વારા તેમના હસ્તકની અદ્યતન મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાનની મદદથી રાજકોટ ખાતે ચેકીંગ હાથ ધરી મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પડવામાં આવ્યું છે. આ ફુડ ટેસ્ટિંગ વાન મારફતે મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી કરતા કલરની હાજરી મળી આવતા ફુડ ટેસ્ટિંગ ટીમે સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો મસાલાનો જથ્થો જપ્ત કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકોને જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત મોબાઈલ ફુડ ટેસ્ટીંગ(FSW) વાન થકી ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા સતત ચેકીંગ હાથ ધરાશે તેમ ફૂડ સેફટી કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.
ડૉ.કોશિયાએ ઉમેર્યું કે, હાલ રાજ્ય પાસે ૨૨ મોબાઈલ ફુડ ટેસ્ટિંગ વાન છે. જે અધ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. જેના ઉપયોગથી સ્થળ ઉપર ખાધ્ય પદાર્થોના નમુના લઈ ચકાસણી કરી શકાય છે અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
રાજ્યની ફૂડ સેફટી ટીમ દ્વારા રાજકોટના શ્રી રામ મસાલા માર્કેટ, નાના મૌવા ખાતેથી મરચુ, હળદર અને ધાણાજીરુ પાઉડરની પ્રાથમિક ચકાસણી FSW વાનથી કરવામાં આવી હતી. જે નમૂનાઓમાં કલરની હાજરી મળી આવતા સ્થળ પર કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તે ઉપરાંત ટીમ દ્વારા સ્થળ પરથી રૂ.૩.૬૦ લાખની કિંમતનો ૩ હજાર કિલોનો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
*