નર્મદા યોજના ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
સરદાર પટેલ કોંગ્રેસના હતા, સીજે ચાવડા
રાજય સરકાર ના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(nitin patel) કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે નર્મદા યોજના ની કલ્પના સરદાર ની હતી નહીં કે નહેરુ ની જેની સાથે જ ગુજરાત વિધાનસભા(gujarat vidhansabha) માં નર્મદા યોજના ને લઇ ચાલતા પ્રશ્ન માં ગરમાગરમી જોવા મળી હતી તેમણે વધુ માં કહી દીધું હતું કે હું એકલો પહોંચી વળું તેમ છું એ માટે મારે કોઈ રક્ષણ ની જરૂર નથી
નિતિન પટેલ માંફી માંગે-વિપક્ષ
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના ને સત્તાધારી વિપક્ષ આક્રમક મુડ માં જોવા મળ્યા હતા .ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા(narmada) યોજના ની કલ્પના સરદારે કરેલી હતી તેમાં દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ(jawaharlala) બનનું યોગદાન ન હતું જેને લઇ ને કોંગ્રેસ ના ધારાસભ્યો ઉગ્ર બન્યા હતા અને પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિપક્ષ ની માફી માંગે તેવી માંગ કરી હતી
કોને જોઈ ને નીતિન પટેલે કહ્યું હું એકલો પહોંચી વળું તેમ છું
કોંગ્રેસ (congress) ના ધારાસભ્યો નો ઉગ્ર વિરોધ જોતા ગ્રુહમાં ઉપસ્થિત સાર્જન્ટ નીતિન પટેલ દોડી આવ્યા હતા ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે મને તમારા રક્ષણની જરૂર નથી હું કુટી લઉં તેમ છું.. તેમણે વધુ માં કહ્યું હતું કે કોંગ્રેસ (congress) સરદાર પટેલનું (sardarpatel) અવમૂલ્ય કરે છે. એટલું જ નહીં નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન આપી તે ન જ આપી આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજાની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ છે .જેના લીધે ગૃહ માં હંગામો થયો હતો
નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી જવાહરલાલ નહેરુની ન હતી, એટલું જ નહીં નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સકાર થઈ એનો જશ સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહીં,જેને લીધે કોંગ્રેસના નૌશાદ સોલંકી(naushad solanki) અને ગ્યાસુદ્દીન શેખ(gyasuddin shaikh) વેલમાં ધસી આવી નીતિન પટેલ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષના ધારાસભ્યો જગ્યા ઉપર ઊભા થઈને વિધાનસભામાં જોરદાર હંગામો કરતા સૌપ્રથમ વખત સાર્જન્ટોની ફોજ વિધાનસભામાં ઉતરી હતી.
સરદાર પટેલ કોંગ્રેસના હતા, સી જે ચાવડા
તો બીજી તરફ નીતિન પટેલની બેઠક આસપાસ કોંગ્રેસના ધારાસભ્યો(mla) ધસી જતા માફી માગોના નારા લગાવતા હતા. તે દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દુધાત(pratap dudhat) અને પરેશ ધાનાણીએ (paresh dhanani) તેમના સભ્યોને બે હાથ જોડીને પોતાની જગ્યા ઉપર બેસવા અપીલ કરી હતી. નીતિન પટેલ સાથે કંઈક અજુગતું ન બને તે માટે આ બંને ધારાસભ્યો સતર્ક રહ્યા હતા જોકે ભારે હંગામાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ ગૃહ 15 મિનિટ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.એ દરમ્યાન કોંગ્રેસના(ganhdinagar) ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ (c.j. chavda) કહ્યું હતું કે સરદાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા, એટલે એ અમારી જ કલ્પના હતી. તમે તમારી જાતને સાથે લાવવાની કોશિશ કરશો નહીં.(gujarat) ગુજરાતની પ્રજા બધું જાણે છે જેની સાથે જ ભાજપ (bjp) અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યાએ ઉપર ઊભા થઈને વિરોધ કર્યો હતો.
ગૃહમાં ઝઘડતા ધારાસભ્યોએ સાથે બેસી ફોટો પડાવ્યા !
નર્મદા યોજના મુદ્દાને લઇને પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલનો સૌથી ઉગ્ર વિરોધ અમદાવાદ દરિયાપુર- શાહપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અને સુરેન્દ્રનગર દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કર્યો હતો, અને વેલ સુધી ઘસી આવ્યા હતા
ઉગ્ર વિરોધના પગલે નિતિન પટેલને કહેવાની ફરજ પડી હતી કે હુ બધાને પહોચી વળવા સક્ષમ છુ,,અને થોડી વાર પછી આ નેતાઓ વિધાનસભા અધ્યક્ષ નિમા બેન આચાર્ય સાથે સાથે મળીને ફોટોસેશન પણ કરાવતા નજરે પડ્યા છે,,
