સામાન્ય રીતે લોકો રાત્રે ગરમ દૂધ પીધા બાદ સૂતા હોય છે અને ખરેખર ગરમ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું ખુબ જ હિતાવહ હોય છે તેના ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત ઊંઘ પણ સારી આવે છે. પરંતુ મિત્રો જો તમે દૂધમાં એક તજ અને થોડું મધ મિક્સ કરી પછી તે દૂધનું સેવન કરો તો તેના અદ્દભુત ફાયદાઓ તમને મળી શકે છે.
દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ત્વચાથી શરૂઆત કરીને ડાયાબીટીસ અને કેન્સર સુધી ફાયદાકારક છે. આ દૂધનું સેવન તમને અનેક લાભો પ્રદાન કરે છે જે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઇ રહ્યા છીએ. રાત્રે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે, કારણ કે દૂધમાં એમીનો એસીડ હોય છે.
આ દૂધ પીવાથી મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે, પરંતુ જો તેમાં તજ અને મધનો ઉપયોગ કરી ત્યાર બાદ તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ વધી જાય છે. જે આપણી ત્વચા અને વાળ બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તજ અને મધ વાળા દૂધના ફાયદા જાણતા પહેલા આપણે તેને બનાવવું કંઈ રીતે તે જાણી લઈએ.
આ દૂધ બનાવવા માટે એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દો. હવે જ્યારે તમે દૂધને ગરમ કરવા માટે મૂકો ત્યારે તમારે તેમાં એક મધ્યમ કદનું તજ નાખી દેવાનું છે. ત્યાર બાદ દૂધને ગરમ કરીને ઉકાળી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને દૂધ એક ચમચી મધ ઉમેરી દો.
ત્યાર બાદ દૂધને હલાવીને પછી ગાળી લો અને ત્યાર બાદ તેનું સેવન કરવાનું રહેશે. તમારે તેને ગાળ્યા વગર સેવન કરવાનું નથી. આ ઉપરાંત જો તમારે આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજને મીક્ષ્યરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેની અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી તે દૂધનું સેવન પણ તમે કરી શકો છો.
તજ અને મધ વાળા દૂધનું સેવન આપણા હાડકા પણ મજબૂત બનાવે છે તેમજ નિષ્ણાંતોનું કેહવું છે કે જો રોજ નિયમિત રીતે તજ અને મધ વાળા દૂધનું સેવન કરવામાં આવે તો સંધિવાનો રોગ પણ મટી જાય છે. તજ અને મધમાં એવા કેમિકલ રહેલા છે કે જો તે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાંથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવે છે કારણ કે આ દૂધનું નિયમિત સેવન કરવાથી સૂગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે.
ખાસ કરીને જેને હાઇપર ડાયાબીટીસ છે તેના માટે સૌથી ઉત્તમ ગણાય છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે જો દૂધમાં તજ અને મધ ઉમેરી દેવામાં આવે તો તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ પણ આવી જાય છે. માટે તે આપણા વાળ અને ત્વચાની લગભગ બધી જ સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત ત્વચા અને વાળને ઇન્ફેકશનથી બચાવે છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.
મિત્રો પ્રાચીન કાળમાં પણ આ રીતે દૂધનું સેવન કરવામાં આવતું જો બાળકને તજ અને મધનું દૂધ પીવડાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી બીમાર નથી પડતા. આ દૂધનું સેવન આપણી પાચન શક્તિ સુધારે છે. તેમજ જો કોઈને ગેસની સમસ્યા રહેતી હોય તો તેને આ રીતે બનાવેલું તજ અને મધ વાળા દૂધનું સેવન કરવું જોઈએ તેના સેવનથી ગેસની સમસ્યા ગાયબ થઇ જાય છે.