ટ્રેડ યુનિયનોની બે દિવસીય હડતાળનો આજે બીજો અને અંતિમ દિવસ છે. શ્રમિકોની 12 મુદ્દાની માંગ પૂરી કરવા માટે કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં યુનિયનોએ આ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બંધમાં બેંકિંગ, રોડવેઝ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ જોડાઈ રહ્યા છે. આ બંધને કારણે આજે પણ કેટલીક જગ્યાએ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સોમવારે તેની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધુ જોવા મળી હતી.
કર્ણાટકમાં ટ્રેડ યુનિયનોનો વિરોધ
કર્ણાટકના કલબુર્ગીમાં ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ અને બંધના આહ્વાનને ધ્યાનમાં રાખીને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન અને અન્ય ડાબેરી સંગઠનોએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું.
આ ક્ષેત્રોને હડતાળમાં જોડાવાની અપીલ
આ ભારત બંધમાં ટેલિકોમ, કોલસો, સ્ટીલ, ઓઈલ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક, ઈન્સ્યોરન્સ જેવા ક્ષેત્રોના યુનિયનોને પણ હડતાળમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. રેલવે અને રક્ષા ક્ષેત્રના યુનિયનો દેશભરમાં સેંકડો સ્થળોએ હડતાળના સમર્થનમાં ભારત બંધ કરશે.
આ સેવાઓને થઈ શકે છે અસર
આ ભારત બંધના કારણે કામકાજને ઘણી અસર થઈ શકે છે. સૌથી વધુ અસર બેંકિગ સેક્ટર પર પડી શકે છે. આ ઉપરાંત આ બંધને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે. રેલવે અને રક્ષા ક્ષેત્રના યુનિયનો પણ હડતાળમાં જોડાઈ શકે છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)એ જારી કર્યું નિવેદન
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)એ એક નિવેદન જારી કરીને કહ્યું કે ,અમે બેંકિંગ સેક્ટરની માંગણીઓ પર ભાર મૂકતા આ આંદોલનને અમારું સમર્થન જાહેર કર્યું છે. યુનિયનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે, અમારી માંગ છે કે બેંકોનું ખાનગીકરણ બંધ થાય અને સરકારી બેંકોને મજબૂત કરવામાં આવે.
ભારત બંધનો શું છે ઉદ્દેશ્ય
12 મુદ્દાના માંગ પત્ર માટે શ્રમિકો અને ખેડૂતો ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા યોગ્ય પગલાં ન લેવાના કારણે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
1. ચાર શ્રમ કાયદાઓ અને આવશ્યક સંરક્ષણ સેવાઓ અધિનિયમ (EDSA)ને રદ્દ કરવામાં આવે.
2. સંયુક્ત કિસાન મોરચાની માંગણીઓ ધરાવતો 6-પોઈન્ટના મેનિફેસ્ટોને સ્વીકારવામાં આવે.
3. તમામ પ્રકારના ખાનગીકરણને ખતમ કરવામાં આવે.
4. આવકવેરાની ચુકવણીના દાયરાની બહાર હોય તેવા પરિવારોને દર મહિને રૂ.7,500ની આવક સહાય આપવામાં આવે.
5. મનરેગા માટે ફાળવણીમાં વધારવામાં આવે.
6. તમામ અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં આવે.
7. આંગણવાડી, આશા, મિડ ડે મિલ અને અન્ય યોજનાઓમાં રોકાયેલા કામદારો માટે વૈધાનિક લઘુત્તમ મહેનતાણું અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવામાં આવે.