કોંગ્રેસ ધારાસભ્યના સવાલના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં વિધાનસભામાં ગુમ થયેલા બાળકોની માહિતી આપી હતી. જે મુજબ રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 10,092 બાળકો ગુમ થયા હતા. જે પૈકી 9,085 બાળકો પરત મળી આવ્યા હતા. જોકે હજી 1007 બાળકો મળ્યા નથી.
વર્ષ 2021માં ગુમ થયેલા બાળકોની યાદી
- સુરત – 629
- અમદાવાદ – 338
- ગાંધીનગર – 142
- દાહોદ – 132
- ભરૂચ – 131
- મહેસાણા – 123
- ખેડા – 121
- વડોદરા – 104
- બનાસકાંઠા – 104
આ મામલે સરકારનું કહેવું છે કે, બાળકોને શોધવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે.મિસિંગ સેલ અને CID ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે.
2020માં રાજ્યમાં આટલી મહિલાઓ ગુમ થઈ
ગૃહ વિભાગે માહિતી રજૂ કરી કે, વર્ષ 2020માં રાજ્યમાં કુલ 7673 મહિલાઓ ગુમ થઈ હતી. જેમાંથી 6528 મહિલાઓ પરત આવી હતી. હજી 1145 મહિલાઓ ગુમ છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 1870 મહિલાઓ ગુમ થઈ હતી.