બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર ફિલ્મો પર પ્રતિક્રિયાઓ આપતા રહે છે. પરંતુ આ વખતે તેમણે ટ્વિટર પર તેની એક જાહેરાતથી બધાને ચોંકાવી દીધા છે.
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફિલ્મી સ્ટાઈલમાં પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચને અભિષેકની આગામી ફિલ્મ દસવીંનું ટ્રેલર જોયા બાદ પોતાના પુત્રના વખાણ કર્યા છે. અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ લખી છે.
અમતિભ બચ્ચને લખ્યું કે, મારા પુત્ર હોવાના કારણે મારા ઉત્તરાધિકારી નથી, જે મારા ઉત્તરાધિકારી હશે તે મારા પુત્ર હશે!- હરિવંશ રાય બચ્ચન. અભિષેક તમે મારા ઉત્તરાધિકારી છો- બસ કહી દીધું તો કહી દીધું.
અમિતાભ બચ્ચનના આ ટ્વિટ પર અભિષેક બચ્ચને પણ પ્રતિક્રિયા આપી છે. અભિષેક બચ્ચને લખ્યું કે, લવ યુ પા. હંમેશા અને હંમેશા.
નોંધનીય છે કે, અભિષેક બચ્ચનને તેમની નવી ફિલ્મ દસવી માટે સોશિયલ મીડિયા પર ઘણી પ્રસંશા મળી રહી છે. દિગ્ગજ અભિનેતાઓ તેમના કામના વખાણ કરી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનની ફિલ્મ દસમી 7 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન જાટ નેતાની ભૂમિકામાં જોવા મળશે.