ગુજરાત વિધાનસભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નના જવાબમાં રાજય સરકારે માહિતી આપી હતી કે વર્ષ 2007માં બીડ 1માં રૂ. 2.89 અને બીડ 2માં 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદીના કરાર કર્યા હતા. વર્ષ 2021માં એનર્જી ચાર્જ રૂ. 2.83 થી રૂ. 5.40 સુધી એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ ખરીદવામા આવી. વર્ષ 2022માં રૂ. 5.57થી રૂ. 8.83 સુધી વસૂલાત કરી.
જ્યારે રાજ્ય સરકારે વર્ષ 2021માં અદાણી પાવર પાસે 672 કરોડની અને 2022માં રૂ. 1247 કરોડની વીજળી ખરીદી હતી. ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદીનો બચાવ કરતા રાજ્ય સરકાર જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કોલસાના ભાવોના આધારે ભાવોમાં ફેરફાર કર્યા છે.
રાજ્ય સરકારે હાઈપાવર કમિટીની ભલામણો અને કોલસામા ઉંચા ભાવો અને કેન્દ્રીય વીજ નિયમન આયોગના આદેશથી ટેરીફની ચૂકવણી કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018માં સરકારે ભાવ વધારા માટે સપ્લિમેન્ટ કરાર કર્યા. તા. 17-10-2021 થી 05-11-2021 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ. 4.50 પ્રતિ યુટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જના દરે વીજળી ખરીદવાનો નિર્ણય કરાયો
રાજય સરકાર કેમ છે મજબુર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવા માટે ?
