ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે સરકાર આપશે પ્રોત્સાહન
રાજ્યની ભાજપ સરકાર વર્ષ 2023-24 માટે રજુ થનાર બજેટમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મુકશે, સુત્રોની વાત સાચી માનીએ તો સમગ્ર ગુજરાતમાં ગામે ગામ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ખાસ અભિયાન ચલાવાશે,દરેક ગામમાં 75 જેટલા ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે વિશેષ પ્રોત્સાહન અપાશે, ગૌ આધારિત ખેતી કરનારને 10500 રુપિયાની આર્થિક મદદ સરકાર કરશે,
તેમજ પ્રાકૃતિક કરનાર ખેડુતોને તેમની ઉપજના વધુ ભાવ મળે તે માટે ગાંધીનગર બાદ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં વેચાણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે, જેના થકી ખેડુતોને તેમની ઉપજના વધુ ભાવ મળશે, રાસાયણિક ખેતીના કારણે નાગરિકો ગંભીર પ્રકારની બિમારીના ભોગ બની રહ્યા છે, તેને અટકાવવાના ભાગ રુપે રાજ્ય સરકાર હવે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે, જેની આર્થિક જોગવાઇ બજેટમાં જોવા મળશે