ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજભવનમાં બંને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને વિસ્તાર વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ ઉત્તર પ્રદેશમાં કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોમાં પ્રવર્તી રહેલા ઉત્સુકતા અને ઉત્સાહની જાણકારી આપીને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના બેફામ ઉપયોગથી આવનારા સમયમાં ભારે પરેશાની ભોગવવી પડશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એક માત્ર ઉપાય છે એટલે તેનો વિસ્તાર વધારવા સામૂહિક પ્રયત્નોની આવશ્યકતા છે.