સંઘ પરિવારની ભગિની સંસ્થા ગણાતી નેશનલ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા દિલ્હીમાં મેઘાલય હોઉસમાં રાત્રી ભોજનનું આયોજન કરાયું છે.જેમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા ઉપસ્થિત રહેનાર છે.. RSS સાથે જોડાયેલા નેશનલ ક્રિશ્ચિયન ફોરમના આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધીના ચર્ચના વડાઓને આમંત્રણ અપાયું છે.. RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
જ્યારે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચ તરફથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ચર્ચ પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છેમહત્વપૂર્ણ બાબત તો એ છે કે પાદરીઓ, ચર્ચો અને ખ્રિસ્તીઓના અમુક સંસ્થાઓમાં હુમલાની ઘટનાઓ સામે આવી છે.
સૂત્રોની વાત સાચી માનીએ તો આગામી સમયમાં સમગ્ર દેશમાં ખ્રિસ્તીઓ જ નહિ સંઘ પ્રત્યે અણગમો રાખતા તમામ લોકોને પોતાની સાથે જોડવા માંગે છે જેથી સમગ્ર દેશમાં સોહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે..જેને લીધે વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ નો રેકોર્ડ તોડી શકે.