નડિયાદ ખાતે જો.શ .આયુર્વેદ મહાવિદ્યાલય ,એમ.એ.એમ. યુનિવર્સિટી દ્વારા એનોટોપી વિષય પર છ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત આર્યુવેદ બોર્ડના ચેરમેન ડો. હસમુખ સોની સહીત 13 કરતાં વધુ રાજ્યોના 30 કરતાં પણ વધારે પ્રોફેસરો તેમજ ડેલીગેટો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી 100 કરતાં પણ વધારે પ્રોફેસરો અહીંના ડિસેક્શન હોલમાં ટ્રેનિંગ લઈ ચુક્યા છે. ભાગ લેનાર તમામ ડેલીગેટ્સને ડો.હસમુખ સોનીના શુભ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ તમામ ડેલીગેટ્સ અને આયોજકોને ડો.હસમુખ સોનીએ આવેલ તમામ મહાનુભાવો અને આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતાં