અમદાવાદ શહેરનો સૌથી મોટો ઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2022નું અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે આયોજન કરાયું છે.
કોરોનાના કેરના કારણે બે વર્ષ સુધી કાર્નિવલ બ્રેક લાગી ગઈ હતી.જયારે હવે સમગ્ર ગુજરાત નોર્મલ થઇ ગયું છે ત્યારે કાંકરિયા કાર્નિવલ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એ માટે 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ ની પાછળ થશે.. લેસર શો, મલ્ટિમીડિયા શો ઉપરાંત નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈના જન્મદિન 25 ડિસેમ્બર થી લઇ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાશે જેમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નાનાં બાળકો રમતગમતની મજા માણી શકે તેના માટે બાળનગરી પણ બનાવવામાં આવશે.