પુર્વ ઝોનમાં ગેર કાયદે બાંધકામો માટે અધિકારીઓ કેમ સેવી રહ્યા છે ચુપકીદી !
રાજ્ય સરકાર દ્નારા નવુ કે જુનું બાંધકામ કરવા માટે નગર વિકાસ યોજના હેઠળ નિયયો નિર્ધારિત કરવામા આવેલા છે જો કે અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકાની કચેરીમાં પ્લાન મંજુર કરાયા વગર મોટા પાયે ગેરકાયદે બાંધકામો કરવામા આવી રહ્યા છે અમદાવાદમાં ઓઢવ,વિરાટનગર ગોમતીપુર, સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગેરકાયદે રીતે બાંધકામો કરવામા આવી રહ્યા છે,જેને લઇને સ્થાનિક નાગરિકો દ્વારા અચડન રુપ ગણાતા બાંધકામો સામે મહાનગર પાલિકામા અરજી પણ કરવામાં આવતી હોય છે, જોકે જેમની જવાબદારી છે તેવા વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઇને ટીડીઓ કક્ષાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપીને જવાબદારીમાંથી છટકી જતા હોય છે, જેને પરિણામે નિર્દોષ પ્રજા આવા ગેરકાયદે બાંધકામોનુ ખરીદી કરે ત્યારે તેમને ભોગવવાનુ વારો આવે છે, ત્યારે આવા ગેરકાયદે બાંધકામોને રક્ષણ આપવા રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફી જેવા કાયદાઓ લાવીને તેેને કાયદેસરતા બક્ષતી હોય છે ત્યારે સામાન્ય પ્રજા ગેરકાયદે બાંધકામ કરતા સમયે અને કાયદેસર બાંધકામ કરતા સમયે દંડાતી હોય છે, ત્યારે આવા ગેરકાયદે બાંધકામો કરવા દેનાર અધિકારી અને કર્મચારીઓની જવાબદારી નિશ્ચિત થવી જોઇએ, તો જ નિર્દોષ પ્રજા આવા ગેરકાયદે બાંધકામોથી થતા નુકશાનથી બચી શકે,
હાલ જો પુર્વ ઝોનની વાત કરીએ તો ગોમતીપુરમા
ઓઢવના ઝવેરી એસ્ટેટમાં પણ મસમોટો બાંધકામ થઇ રહ્યુ છે
અજીત પોલીસ ચોકી પાસે કોમર્શિયલ બાંધ કામ થઇ રહ્યુ છે
નાણાંવટી એસ્ટેટમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યુ છે
પુષ્પક એસ્ટેટમાં પણ મોટા પાયે બાંધકમ થઇ રહ્યુ છે
શિતલ ટોકીજ પાસે બોરા લોચાની ચાલીમાં ગેરકાયદે રો હાઉસ બનાવી દેવાયો છે,
મણીયાર ચાર રસ્તા પાસે લક્ષ્મી એસ્ટેટમાં પણ ગેરકાયદે બાંધકામ થઇ રહ્યુ છે
વિરાટ નગર ઘનશ્યામ એસ્ટેટમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યુ છે
મહત્વની વાત એ છે કે કેટલીક જગ્યાએ નવા બાંધકામોને જુના બાંધકામ ગણાવીને તેનુ ઇમ્પેક્ટ ફી પણ ભરવાનું કામ પાછળા બારણેથી થઇ રહ્યા હોવાની ચર્ચા છે,,જેમાં અધિકારીઓની મિલી ભગત હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે